તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Prisoner Who Escaped From Rajkot Jail On Parole Jump Started Working In Building Work, Died After Falling From Third Floor Today

અકસ્માત:રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરી ભાગેલો કેદી બિલ્ડીંગના કામમાં મજૂરી કરવા લાગ્યો, આજે ત્રીજા માળેથી પટકાતા મોત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • આ પહેલા પેરોલ જમ્પ કરી ભાગ્યો ત્યારે LCBએ પકડી જેલમાં ધકેલ્યો હતો
  • બીજીવાર ભાગીને કણકોટ નજીક રહી મજૂરી કામ કરતો હતો

રાજકોટના કાલાવડ રોડ કણકોટ પાસે રૂડા-3 પાસે નવા બંધાતા બિલ્ડિંગમા રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરીને ભાગેલા અને મજૂરી કામ કરતો યુવાન બિલ્ડીંગના ત્રીજા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું છે. સુરેન્દ્રનગર ફેમિલી કોર્ટમાં કેસ ચાલતો હતો અને તેને ત્રણ વર્ષની સજા પડતા રાજકોટ જેલમાં હતો. ત્યાંથી પેરોલ જમ્પ કરીને ભાગીને કણકોટ પાસે નવા બિલ્ડીંગમાં મજૂરી કામ કરતો હતો.

7 દિવસના પેરોલ મંજૂર થતા તે જેલમાંથી બહાર આવ્યો હતો
સુરેન્દ્રનગરના આંબેડકરનગરમાં રહેતા 36 વર્ષીય હિતેશ રામજીભાઇ સોલંકીને સુરેન્દ્રનગર ફેમીલી કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારતા તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો હતો. જેમાંથી તા.11થી 17 જાન્યુઆરી 2019 દરમિયાન તેના 7 દિવસના પેરોલ મંજૂર થતા તે જેલમાંથી બહાર આવ્યો હતો. પરંતુ પેરોલ પુરા થવા છતાં તે જેલમાં હાજર થયો ન હતો.ત્યારબાદ એલસીબીએ રાજકોટની કટારીયા ચોકડી પાસેથી દબોચી રાજકોટ જેલ હવાલે કર્યો હતો. જો કે ફરી તેને પેરોલ મળ્યા હતા અને તે રાજકોટની મધ્યસ્થ જેલમાં હાજર ન થતા તેની પોલીસે શોધખોળ આદરી હતી.

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો
હિતેશ સોલંકી કાલાવડ રોડ પર નવા બંધાતા બિલ્ડીંગમાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેને સંતાનમાં એક દીકરી છે. યુવાન જ્યારે બિલ્ડિંગ પરથી પડતા 108ના ઇએમટી ભાવનાબેન ડોડીયા અને પાયલોટ રઘુનાથસિંહ પહોંચી ગયા હતા ત્યાં ભાવનાબેને જોઈ તપાસી હિતેશને મૃત જાહેર કર્યો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સાજીદભાઈ ખેરાણી અને રાઇટર અર્જુનભાઈએ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતકના પરિવારને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.