અનોખી ગુરૂદક્ષિણા:ગોંડલની સરકારી સ્કૂલમાંથી વિદાય લેતા વિદ્યાર્થીઓ પાસે આચાર્યે દારૂ અને તમાકુનું વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવતપરા ખાતે આવેલ સરકારી કુમાર શાળામાં આચાર્યનું સરાહનીય પગલું

ગુટખા, તમાકુ, બીડી અને સિગારેટ જેવા દૂષણોની નાગચૂડમાં આજની યુવાપેઢી ફસાઈ ગઈ છે. ત્યારે આ દૂષણોથી મુક્ત રહેવા માટે ગોંડલની સરકારી સ્કૂલમાંથી વિદાય લેતા વિદ્યાર્થીઓ પાસે આચાર્યે દારૂ અને તમાકુનું વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિના શપથ લીધા
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલના ભગવતપરા ખાતે આવેલ સરકારી કુમાર શાળામાં ધોરણ 8નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ વેળાએ શાળાના આચાર્ય અશોક શેખડાએ વિદ્યાર્થીઓને દારૂ અને તમાકુનું વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી અને વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિના શપથ લીધા હતા.

આચાર્યનું આ પગલું બિરદાવવા લાયક છે
ઉલ્લેખનીય છે કે ગુટખા, તમાકુ, બીડી અને સિગારેટના વ્યસનની ચુંગાલમાંથી લોકો મુકત બને તે માટે રાજય સરકારે પ્રતિબંધ ફરમાવવા જેવા નક્કર પગલાં ઉઠાવ્યા છે. યુવાનોને વ્યસનના ભરડાંમાંથી મુક્ત કરાવવા લોકજાગૃતિ અત્યંત જરૂરી છે. ત્યારે ગોંડલની સરકારી કુમાર શાળામાં આચાર્યનું આ પગલું બિરદાવવા લાયક છે.

( હિમાંશુ પુરોહિત,ગોંડલ )