તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:31 ડિસેમ્બરે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરશે, મુખ્યમંત્રી રૂપાણી હાજર રહેશે, કલેક્ટરની બેઠક મળી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલના ખાતમુહૂર્તના કાર્યક્રમને લઇને કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી - Divya Bhaskar
રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલના ખાતમુહૂર્તના કાર્યક્રમને લઇને કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી
  • પરાપીપળીયા અને પડધરી ખાતેથી ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં 31 ડિસેમ્બરે યોજાનાર એઈમ્સ હોસ્પિટલના ખાતમુહૂર્ત કાર્યક્રમના આયોજન અંગેની બેઠક એઈમ્સના સાઇટ સ્થળે યોજાઇ હતી. મુખ્યમંત્રી વિજય આ કાર્યક્રમમાં જાતે ઉપસ્થિત રહેશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ કાર્યક્રમનું દિલ્હીથી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરાવશે.

કલેક્ટર રેમ્યા મોહને એઇમ્સ હોસ્પિટલના સ્થળની મુલાકાત લીધી
કલેક્ટર રેમ્યા મોહને એઇમ્સ હોસ્પિટલના સ્થળની મુલાકાત લીધી

અધિકારીઓએ સભાસ્થળ, ખાતમુહૂર્ત સ્થળની મુલાકાત લીધી
જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટર પરિમલ પંડ્યા સહિતના મહાનુભાવોએ સભા સ્થળ, ખાતમુહૂર્ત સ્થળ અને સંભવિત હેલીપેડના સ્થળોની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં આવનારા આમંત્રિતો, સામાન્ય નાગરિકો તથા અધિકારીઓ માટેના રૂટની વ્યવસ્થા, મેઈન રોડથી સભા સ્થળ સુધીના રૂટનું આયોજન, કોરોના સંબંધી સરકારી માર્ગદર્શિકાનું પાલન, વીજળી પુરવઠો, પીવાનું પાણી વગેરે બાબતો વિશે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. પરાપીપળીયા અને પડધરી ખાતેથી ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

યોગ્ય બંદોબસ્ત કરવા માટે સમિતિના સભ્યોને કલેકટરે આદેશો કર્યા
યોગ્ય બંદોબસ્ત કરવા માટે સમિતિના સભ્યોને કલેકટરે આદેશો કર્યા

યોગ્ય બંદોબસ્ત કરવા માટે સમિતિના સભ્યોને કલેકટરે આદેશો કર્યા
ઘટનાસ્થળ દર્શાવતા સાઈન બોર્ડ, મેડિકલ તથા કોઈ પણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવાની સુવિધા, મંડપ વ્યવસ્થા વગેરે બાબતો અંગે યોગ્ય બંદોબસ્ત કરવા માટે સમિતિના સભ્યોને કલેકટરે આદેશો કર્યા હતા. આ તકે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડા, એઇમ્સના અધિકારી શ્રમદિપ સિંહા તથા આ કાર્યક્રમ માટે રચાયેલી સમિતિના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો