અનોખો કિસ્સો:રાજકોટમાં વેરો ભરવા પૂજારીએ રૂ.700-800 નું પરચૂરણ આપ્યું, મનપાએ પહેલાં ના પાડી, મેયરે ચિલ્લર સ્વીકારવાની તૈયારી દર્શાવતા, વેરો સ્વીકાર્યો

રાજકોટએક મહિનો પહેલા
700-800 રૂપિયાના સિક્કા આપ્યા​​​​​​​ હતા
  • જો કર્મચારી નહી સ્વીકારે તો હું ચિલ્લર રાખીને પૂજારીને રૂ.500ની નોટ રોકડ સ્વરૂપે આપી દઈશ : મેયર
  • પૂજારીએ રૂ.700-800માંથી 50 પૈસા, 1 રૂપિયા, 2 રૂપિયાના સિક્કા આપ્યા

રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મિલકતવેરાની રકમ જમા કરાવવા માટે એક મંદિરના પૂજારી પહોંચ્યા હતા. વેરાની રકમ રૂ.1800 હતી, એમાંથી મંદિરના પૂજારીને દાનમાં મળેલા 50 પૈસા, રૂ.1, 2 અને રૂ.5ના 700-800 રૂપિયાના સિક્કા આપ્યા હતા. મનપાના સિટી સિવિક સેન્ટરમાં વેરા વસૂલાત કરતા કર્મચારીના ટેબલ પર આ પરચૂરણ મૂકતાં કર્મચારી પણ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો અને આટલી રકમ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. આ મુદ્દે મેયર ડો.પ્રદીપ ડવે દિવ્ય ભાસ્કર સાથે વાતમાં કરતા જણાવ્યું હતું કે, ચિલ્લર લેવું જોઈએ. હું કર્મચારીને સૂચના આપું છું કે ચિલ્લરનો સ્વીકાર કરે.

આ પરચૂરણ મૂકતાં કર્મચારી પણ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો
આ પરચૂરણ મૂકતાં કર્મચારી પણ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો
મંદિરના પૂજારીને દાનમાં મળેલા 50 પૈસા, રૂ.1, 2 અને રૂ.5ના 700-800 રૂપિયાના સિક્કા આપ્યા હતા
મંદિરના પૂજારીને દાનમાં મળેલા 50 પૈસા, રૂ.1, 2 અને રૂ.5ના 700-800 રૂપિયાના સિક્કા આપ્યા હતા

કર્મચારીએ સિક્કા લેવાનો ઇનકાર કર્યો હતો
વધુમાં મેયરે જણાવ્યું હતું કે, જો તે નહિ લે તો હું ચિલ્લર રાખીને પૂજારીને રૂ.500ની નોટ રોકડ સ્વરૂપે આપી દઈશ. ત્યારબાદ મનપાના કર્મચારીએ પૂજારીનું પરચૂરણ સહિતની રકમ સ્વીકારી હતી. ​​​​​​​રાજકોટ મહાનગરપાલિકાનો મિલકત વેરો ભરવા માટે કોઠારિયા મેઇન રોડ હુડકો પોલીસ ચોકી પાછળ એક પૂજારીએ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સિટી સિવિક સેન્ટરમાં મિલકત વેરાની રકમ જમા કરાવવા પહોંચ્યા હતા. મનપાની વેરા વસૂલાત બારી પર બેઠેલા કર્મચારીએ પરચૂરણ જોઈને ચિલ્લર લેવાનો ઇનકાર કરી દીધો હતો.

મેયર ડો.પ્રદીપ ડવ
મેયર ડો.પ્રદીપ ડવ

વેરો કોઈપણ રીતે જમા કરાવી શકાય છે
બાદમાં આ મુદ્દે મેયર સુધી પહોંચતા, તેમના સૂચનથી વેરા વિભાગના અધિકારીએ પૂજારીનું પરચૂરણ સહિતની રકમ મિલકત વેરા વિભાગમાં જમા કરાવી હતી. રાજકોટમાં મિલકતધારકોએ સ્વેચ્છાએ વેરાની રકમ જમા કરાવવા આવે ત્યારે પરચૂરણ લેવા મનપાના કર્મચારીઓ આનાકાની કરી રહ્યા છે. નિયમ મુજબ કોઈપણ વ્યક્તિ ભારતીય ચલણ બેંકમાં કે વેરા પેટે જમા કરાવી શકે છે.

700-800 રૂપિયાના સિક્કા આપ્યા હતા
700-800 રૂપિયાના સિક્કા આપ્યા હતા
અન્ય સમાચારો પણ છે...