તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ:પ્લાસ્ટિક રો-મટિરિયલ્સના ભાવ વધ્યા, ઉત્પાદન ઘટ્યું, નાના ઉદ્યોગકારોને 60% મૂડીરોકાણ વધશે

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સૌથી વધુ અસર પીવીસી પાઈપ્સ બનાવતા એકમોને, 24 કલાક ચાલતા એકમો 12 કલાકમાં બંધ

પ્લાસ્ટિકના રો-મટિરિયલ્સના ભાવમાં વધારો આવતા સૌરાષ્ટ્રમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમો જે 24 કલાક ચાલતા હતા તે હવે માત્ર 12 કલાક જ ચાલે છે. જેને કારણે પ્રોડક્શન 50 ટકા ઘટી ગયું છે. આ ઉપરાંત નાના ઉદ્યોગકારો છે જેનું મૂડીરોકાણ 60 ટકા સુધી વધી જશે. સૌરાષ્ટ્રના 5 હજાર એકમ અસરગ્રસ્ત થયા છે. જો કે સૌથી વધુ પ્રભાવિત પીવીસીના પાઈપ્સ બનાવતા એકમો થયા છે. પ્લાસ્ટિકના રો-મટિરિયલ્સના ભાવમાં ઘટાડો આવે તે માટે ઉદ્યોગકારોએ ગુજરાત રાજ્ય ઉપરાંત દિલ્હી સુધી રજૂઆત કરી છે.

ધી ગુજરાત પીવીસી પાઈપ્સ ફિટિંગ્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ જયદીપભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રીસ વર્ષમાં આટલો ભાવવધારો ક્યારેય આવ્યો નથી. પીવીસી માટેનું જે રો-મટિરિયલ્સ આવે છે તે 70 ટકા ઈમ્પોર્ટેડ હોય છે અને 30 ટકા મેન્યુફેક્ચરિંગ થાય છે.સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસો.ના ઉપપ્રમુખ જે.કે.પટેલ જણાવે છે કે, પ્લાસ્ટિક વેર ઈન્ડસ્ટ્રીઝમાં દરેક એકમોમાં કોરોના પછી અનેક દેશોના ઓર્ડર સૌરાષ્ટ્રને મળ્યા હતા, પરંતુ હાલની પરિસ્થિતિને ઓર્ડર કેન્સલ કરવા પડી રહ્યા છે. વર્કિંગ કેપિટલ વધવાને કારણે સૌથી વધુ મુશ્કેલી નાના ઉદ્યોગકારોને પડશે. કેમકે તેઓને બેન્કમાંથી લોન મેળવવી સહિતના અનેક પ્રશ્નો ઊભા થશે. મજૂરો ફરી નીકળી ન જાય અને તેની રોજીરોટી પર કોઇ પ્રશ્ન ઊભો ન થાય તે માટે હાલ એકમો ચાલુ રાખવા પડી રહ્યા છે.

નાના ઉદ્યોગકારોની વર્કિંગ કેપિટલ વધશે પણ સામે તેને અત્યારે ફાઇનાન્સ મેળવવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. સૌરાષ્ટ્રમાં કિચનવેર,પ્લાસ્ટિક વેર,એગ્રી પ્રોડક્ટ બનાવતા બધા એકમોને મુશ્કેલી પડી રહી છે. જો કે ભાવ ઘટાડા અંગે ગાંધીનગર રજૂઆત કર્યા બાદ હવે ઉદ્યોગકારોએ દિલ્હીમાં પણ રજૂઆત કરી છે.

ભાવવધારો ટકાવારીમાં
પીવીસી-62
એબીએસ-148
પીસી-112
એચડીપીઈ-55
એલએલડીપીઈ-34
પોલિપ્રોપલાઈની-25
જીપીપીએસ-43
એચઆઈપીએસ-57
પીપીસીપી-26
પીઈટી-21

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો