ભાસ્કર વિશેષ:ડ્રાયફ્રૂટના ભાવમાં રૂ.20થી લઈને રૂ. 200 સુધીનો ભાવઘટાડો, કોર્પોરેટ કંપનીના ઓર્ડર 40% ઘટ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સૌથી વધુ બદામના ભાવમાં ઘટાડો, દિવાળી પછી હજુ ભાવ ઘટશે

દિવાળીના તહેવારમાં ડ્રાયફ્રૂટની ખરીદી સામાન્ય દિવસો કરતા વધુ રહેતી હોય છે અને ભાવમાં પણ ઉછાળો આવતો હોય છે. તેના બદલે આ વખતે ઊલટી પરિસ્થિતિ જોવા મળી છે. ડ્રાયફ્રૂટના ભાવમાં રૂ.20 થી લઇને રૂ.200 સુધીનો ભાવઘટાડો આવ્યો છે. આમ છતાં બજારમાં હજુ ઘરાકીનો અભાવ હોવાનું વેપારીઓ જણાવે છે. ડ્રાયફ્રૂટના વેપારી રવિભાઈ કણસાગરાના જણાવ્યાનુસાર આ વખતે કોર્પોરેટ કંપની તરફથી આવતા ઓર્ડરમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. દરેક વખતે નવરાત્રિથી જ ઓર્ડર શરૂ થઈ જતા હોય છે.

તેના બદલે શરદપૂનમ આવી ગઇ હોવા છતાં કોર્પોરેટ કંપની તરફથી આવતા ઓર્ડરની શરૂઆત થઇ નથી. સૌથી વધુ ભાવઘટાડો બદામમાં જોવા મળ્યો છે. તેમજ દિવાળી પછી હજુ ભાવઘટાડો જોવા મળે તેવી સંભાવના છે. રાજકોટમાં ડ્રાયફ્રૂટ માર્કેટમાં દિવાળીના તહેવાર નિમિત્તે રૂ.50 કરોડથી વધુ રકમનો વેપાર થાય છે. રાજકોટમાં જે ડ્રાયફ્રૂટ આવે છે તે અમેરિકા,અફઘાનિસ્તાન, આફ્રિકા,બેંગ્લોરથી આવે છે. જ્યારે કાજુના ભાવમાં કોઈ વધઘટ નથી થયો.

મહિના પહેલાનો અને હાલનો ભાવ

ડ્રાયફ્રૂટપહેલાનો ભાવઅત્યારનો ભાવ
બદામ1000750-800
કાજુ850-1000850-1000
અંજીર1400-15001000-1200
કિસમિસ340-390350 - 400

ભાવ ઘટવા માટેનાં કારણો

  • કન્ટેનર મળવા લાગ્યા, જેથી ઇમ્પોર્ટ સરળતાથી થઇ શકે છે.
  • બજારમાં હજુ ઘરાકી નથી.
  • જ્યાંથી માલ આવે છે ત્યાં પૂરતા પ્રમાણમાં આવક થઇ છે.
  • આવક વધારે છે અને જાવક ઓછી છે.
અન્ય સમાચારો પણ છે...