‘આવાસ’માં રસ ઘટ્યો:રાજકોટમાં PM આવાસ યોજનાના 3BHK ફ્લેટનો ભાવ 6 લાખ ઘટાડ્યો, ફોર્મ ભરવાની તારીખ 15 દિવસ લંબાવાઇ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • 24 લાખમાંથી ફ્લેટનો ભાવ 18 લાખ કર્યો, હવે 31 મે સુધીમાં ફોર્મ ભરી શકાશે

રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસા યોજના હેઠળ મનપા દ્વારા MIG-1268 આવાસોના બાંધકામની કામગીરી હાલ ચાલુ છે. જેમાં 3 BHK ફ્લેટની કિંમત 24 લાખ રાખવામાં આવી હતી અને ફોર્મ ભરવાની તારીખ 21 એપ્રિલથી 16 મે સુધી રાખવામાં આવી હતી. પરંતુ આ મુદત દરમિયાન 1268 ફ્લેટમાંથી 742 લાભાર્થીઓએ ફોર્મ પરત કર્યા હતા. આથી ખાલી પડેલા આવાસ અને ભવિષ્યમાં ખાલી પડનાર આવાસ માટે ફોર્મ ભરવાની તારીખ હવે 31 મે સુધી લંબાવાઈ છે. તેમજ ફ્લેટની કિંમત ઘટાડીને 24માંથી 18 લાખ કરી દીધી છે.

અગાઉ 21 એપ્રિલથી 16 મે સુધી ફોર્મ ભરવાની મુદત હતી
રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, હાઉસિંગ ચેરમેન વર્ષાબેન રાણપરાએ તેમની સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા MIG-1268 આવાસોના બાંધકામની કામગીરી હાલ ચાલુ છે. આ આવાસની કિંમત રૂ. 24 લાખ રાખવામાં આવતા ખરીદવા માટે યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો. આ બાબત ધ્યાનમાં રાખી આવાસની કિંમત 6 લાખ ઘટાડીને 18 લાખ નક્કી કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ MIG પ્રકારના 1268 આવાસો પૈકી હાલ ખાલી રહેલા 769 આવાસ અને ભવિષ્યમાં ખાલી પડનાર આવાસ માટે ફોર્મ વિતરણ 21 એપ્રિલથી 16 મે સુધી કરાયું હતું.

ફોર્મની ઓફલાઈન માટે 100 અને ઓનલાઈન માટે રૂ.50 ફી
આ મુદત દરમિયાન 4476 અરજદારોએ ફોર્મ લીધા હતા. પરંતુ ગઈકાલ સુધીમાં માત્ર 742 લાભાર્થીઓ દ્વારા ફોર્મ પરત આવ્યા હતા. જે લોકોએ ફોર્મ ઉપાડ્યા છે તેઓ કોઈ કારણોસર ફોર્મ પરત આપી શક્યા ન હોય તેવા લાભાર્થીઓ માટે વિશેષ મુદત વધારો આપવાનું નક્કી કરાયું છે. હવે 31મે સુધી લાભાર્થી ફોર્મ મેળવી શકશે અને પરત આપી શકશે. આવાસ યોજનાના ફોર્મ શહેરની ICICI બેંકની જુદી જુદી 6 શાખાઓ શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક અને મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે. ફોર્મ ત્યાં જ ભરીને આપી શકાશે. ઓફલાઈન માટે ફોર્મની ફી રૂ.100 રહેશે, જ્યારે ઓનલાઈન ફોર્મ ભરનારને ફી રૂ.50 આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...