ખાદ્યતેલમાં ઊથલપાથલ:ચૂંટણી પૂરી થતાં જ ભાવવધારાની શરૂઆત; સિંગતેલમાં રૂ.20 વધ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિંગતેલ ડબ્બો રૂ.2700એ પહોંચવામાં માત્ર રૂ.30નું જ છેટું

30 નવેમ્બરથી સિંગતેલનો ભાવ રૂ.2655 હતો. 1 ડિસેમ્બરના રોજ તેમાં રૂ.5નો ઘટાડો આવ્યો હતો. આમ, છેલ્લા 12 દિવસથી સિંગતેલનો ડબ્બો રૂ.2650એ સ્થિર હતો. ગુરુવારે મતગણતરી પૂરી થઇ અને સોમવારે મંત્રીમંડળની રચના થઈ. આ સાથે જ ખાદ્યતેલમાં ઊથલપાથલ શરૂ થઈ હતી. સોમવારે સિંગતેલમાં રૂ.30નો વધારો આવ્યો હતો. ભાવ વધ્યા બાદ સિંગતેલનો ડબ્બો રૂ.2670 થયો હતો. જ્યારે કપાસિયામાં રૂ.10નો નજીવો ઘટાડો આવ્યો છતાં તેલનો ડબ્બો રૂ.2125એ પહોંચ્યો હતો.

યાર્ડમાં મગફળીની આવક પૂરતા પ્રમાણમાં છે. આવેલી મગફળી નિકાલ થવામાં બે-ચાર દિવસનો સમય લાગી જાય છે. એટલે દૈનિક આવક હાલ યાર્ડમાં બંધ છે. કાચા માલની પ્રાપ્યતા વચ્ચે તેલિયા રાજાઓ સક્રિય થયા છે. જેને કારણે સિંગતેલમાં ભાવવધારો ફરી શરૂ થયો છે. જોકે ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરી માસની શરૂઆતમાં હજુ સિંગતેલ અને મગફળીમાં ખરીદી નીકળશે.

જેને કારણે ત્યારે ભાવ ફરી ઊંચકાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સોમવારે સિંગતેલ લૂઝમાં રૂ.1525 ભાવે સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા. સાઈડ તેલમાં જોઇએ તો રૂ.20નો ઘટાડો આવતા પામતેલનો ડબ્બો રૂ.1515એ પહોંચ્યો હતો.

જીરું ઓલ ટાઈમ હાઈ, મણનો ભાવ રૂ.5100 થયો
સોમવારે ખૂલતી બજારે જીરાનો ભાવ ઓલ ટાઇમ હાઈ રહ્યો હતો. આવક શરૂ થાય તે પૂર્વે જ ભાવની સપાટી રૂ.5100એ પહોંચી હતી. જોકે હજુ ભાવ વધે તેવી સંભાવના છે. સોમવારે એક લાખ કિલો જીરુંની આવક થઇ હતી. વેપારીઓના જણાવ્યાનુસાર નિકાસમાં ડિમાન્ડ હોવાને કારણે આ ભાવ વધી રહ્યા છે. જોકે હજુ આ ભાવની સપાટી જળવાઈ રહે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. કપાસની આવક 6 હજાર ક્વિન્ટલ થઇ હતી તો તેનો ભાવ રૂ.1700થી 1800 સુધી બોલાયો હતો. હાલ જે જણસી આવી રહી છે તેમાં જીરુંનો ભાવ રૂ. 5100 સૌથી વધારે છે. હજુ પડતર મગફળીનો નિકાલ થયો નથી. આ સપ્તાહ પૂર્વે નિકાલ થઈ જાશે તો નવી આવક સ્વીકારાશે.

અન્ય સમાચારો પણ છે...