તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં બેખોફ બની ગુનેગારો ગુના આચરી રહ્યાં છે. ત્યારે પંચનાથ પ્લોટ-8માં રહેતા અને ઇમિટેશનનું કામ કરતા પ્રતિકભાઇ ચંદુલાલ શાહ નામના વેપારીની ફરિયાદ મુજબ, દુકાન વધાવી ભાવનગર રોડ પર પહોંચતા ચાલીને જઇ રહેલા બે પૈકી એક શખ્સના હાથમાં એક્ટિવાનું હેન્ડલ અડી ગયું હતું. જેથી તેને પોતાનો હાથ ભાંગી નાખ્યો તેમ કહી નાટક શરૂ કરી હોસ્પિટલ લઇ જવા કહ્યું હતું. બંનેને એક્ટિવા પર બેસાડી હોસ્પિટલ લઇ જતો હતો.
તે સમયે બંને શખ્સે પટેલવાડી સામે વાહન ઊભું રખાવ્યું હતું અને રૂ.500 આપી દો એટલે વાત પૂરી થઇ જાય, પરંતુ પોતાની પાસે રૂ.250 જ હોય પત્નીને ફોન કરી અઢીસો રૂપિયા આપી જવા કહ્યું હતું. ત્યારે પત્નીની રાહ જોયા વગર જ બે પૈકી એક શખ્સે પોતાને ટુ વ્હિલરમાં વચ્ચે બેસાડી ડિલક્સ ચોક થઇ 80 ફૂટ રોડ પર લઇ ગયા હતા. જ્યાં બંને શખ્સે પોતાને વાહનમાંથી ઉતારી દઇ મોબાઇલ લૂંટી નાસી ગયા હતા
આ સમયે પ્રદ્યુમ્નનગર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સને શંકાસ્પદ હાલતમાં શ્રોફ રોડ પરથી પકડી પાડ્યા હતા. વાહન અંગેની પૂછપરછમાં ગલ્લાં તલ્લાં કર્યા બાદ બંનેએ એક્ટિવા અને મોબાઇલની લૂંટ કર્યાની કબૂલાત આપી હતી. પકડાયેલા બંને શખ્સ જામનગરના પ્રવીણ ઉર્ફે જખરો ચંદ્રકાંત ચુડાસમા અને પ્રદીપ કાળા પઢિયાર હોવાનું જણાવ્યું હતું. બંનેને બી ડિવિઝન પોલીસમથક હવાલે કરતા પીએસઆઇ બી.બી.કોડિયાતરે ધરપકડ કરી છે. પ્રવીણ ઉર્ફે જખરો જામનગરમાં ચોરી, દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પોલીસ સૂત્રે જણાવ્યું છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.