તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કસ્તુરબાધામમાં આરોગ્ય કેન્દ્ર માટે ફાળવેલી જમીન પર દબાણ, 1.10 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પ્રમુખે કહ્યું, કબજો કરનાર સામે કડક કાર્યવાહી થશે

રાજકોટ નજીક કસ્તુરબાધામમાં જિલ્લા પંચાયતને આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે સરકાર દ્વારા જમીન આપવામાં આવી હતી. ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખના મતવિસ્તારમાં આ‌વતા આ ગામમાં આરોગ્ય કેન્દ્રની આ જમીન પર કબજો થઈ ગયો છે. અગાઉ આરોગ્ય સમિતિની બેઠકમાં પણ આ અંગે ચર્ચા થઈ હતી. જિલ્લા પંચાયતના પ્રમુખે કહ્યું છે કે, જેણે પણ કબજો કર્યો હશે તેને છોડવામાં નહીં આવે. કોરોના બાદ આરોગ્યની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે.

જરૂર જણાય ત્યાં આરોગ્ય કેન્દ્ર પણ મંજૂર કરવામાં આવી રહ્યાં છે. તેની વચ્ચે રાજકોટ નજીક કસ્તુરબાધામમાં આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે ફાળવાયેલ જમીન પર જ દબાણ કરી દેવામાં આવ્યું છે. કસ્તુરબાધામ જિલ્લા પંચાયતના પ્રમુખના મતવિસ્તારમાં જ આવે છે અને સરકારે જ આ જગ્યા ફાળવેલ છે. તેમ છતાં આ જગ્યા પર ગામની જ કોઈ વ્યક્તિ ગેરકાયદે કબજો જમાવી દીધો છે.

આ અંગે છેલ્લે મળેલી પંચાયતની આરોગ્ય સમિતિની બેઠકમાં પણ ચર્ચા થઈ હતી. જેમાં પોલીસ બંદોબસ્ત સાથે આરોગ્ય કેન્દ્રનું કામ શરૂ કરવા સૂચન કરાયું હતું. આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, જે કોઈ વ્યક્તિએ આ જગ્યા પર કબજો કર્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ રીતે તેને છોડવામાં નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...