વન વીક વન રોડ ઢીલુંઢફ:પાર્કિંગની માત્ર 66 ચોરસ મીટર જગ્યામાં મળ્યું દબાણ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાધુવાસવાણી રોડ પર બે કોમ્પ્લેક્સમાં ‘આંટો’ મારી ટીમ પરત આવી ગઈ

રાજકોટ મહાનગરપાલિકાનું વન વીક વન રોડ અભિયાન હવે ઢીલુંઢફ પડ્યું છે અને માત્ર કરવા ખાતર કાર્યવાહી થતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પહેલા અલગ અલગ શાખા તપાસમાં જતી હતી તેને બદલે હવે ફક્ત ટી.પી. અને ફૂડ શાખા જ અલગ અલગ રોડ પર જઈ રહી છે. તે પૈકી મંગળવારે સાધુવાસવાણી રોડ પર ટી.પી. શાખાને ફક્ત 66 ચો. મી. જેટલી પાર્કિંગની જગ્યામાં જ દબાણ દેખાયું છે.

ટી.પી. શાખાના જણાવ્યા અનુસાર સાધુવાસવાણી રોડ પર ઈલોરા કોમ્પ્લેક્સમાં ક્રિષ્ના ડિલક્સ પાન અને ક્રિષ્ના હોટેલ, આશીર્વાદ કોમ્પ્લેક્સમાં બાલાજી ફ્લોર મિલ, શ્રીનાથજી પ્રોવિઝન અને બજરંગ પાન તેમજ મીર કેમિકલ અને મેહુલ સોફા સહિતની દુકાનોએ પાર્કિંગની જગ્યાઓમાં છાપરાં લગાવેલા હતા જે તમામ દૂર કરી કુલ 66 ચો. મી. જગ્યા ખુલ્લી કરી છે. ફૂડ શાખાએ 12 પેઢીને લાઇસન્સ અને સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારાઈ છે.

1043 ઘરમાં મનપાની તપાસ, 12માં થતી હતી પાણીચોરી
પાણીચોરી અટકાવવાની ઝુંબેશના ભાગરૂપે શહેરભરમાં કુલ 1043 ઘરમાં પાણી વિતરણના સમયે ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં સેન્ટ્રલ ઝોનમાંથી 4 ઘરમાંથી મોટર પકડાઈ હતી 2 મોટર જપ્ત કરી કુલ 4750નો દંડ લેવાયો હતો. ઈસ્ટ ઝોનમાં એક જગ્યાએ મોટર મળતા 2000નો દંડ કરાયો હતો જ્યારે વેસ્ટ ઝોનમાં એક મોટર જપ્ત કરી હતી એકને નોટિસ તેમજ કલ 12000નો દંડ લેવાયો હતો આ રીતે કુલ 12 સ્થળે પાણીચોરી તેમજ પાણીનો બગાડ બદલ કુલ 18751 રૂપિયાનો દંડ મનપાએ વસૂલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...