તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઇરસ:1 લાખ કરતા વધુ આવક ધરાવતા લોકોને રાશન નહીં મળે, રાશનકાર્ડ નથી તેઓને અન્નબ્રહ્મ હેઠળ લાભ: મંત્રી જયેશ રાદડિયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી (ફાઇલ તસવીર) - Divya Bhaskar
જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી (ફાઇલ તસવીર)
  • દર મહિને રાશન લેતા હોય તેવા લોકોને જ લાભ મળશે

રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વિનામૂલ્યે રાશન આપવાનો નિર્ણય કર્યો છે તેમાં 3 લાખ લોકો લાભ લઇ ચૂક્યા છે. શ્રમિકો પાસે રેશનકાર્ડ નહીં હોયો તેમને અન્નબ્રહ્મ યોજના હેઠળ રાશન વિતરણ કરાશે. 4 કે 5 એપ્રિલથી આ યોજના શરૂ થશે. રેગ્યુલર લેતા ગ્રાહકોને આ યોજનાનો લાભ મળે છે. 1.20 રાશનકાર્ડ છે. 65.40 લાખ પરિવારને લાભ મળશે. દર મહિને જે લોકો રાશન લેતા હોય તેને જ લાભ મળશે.  તેમજ 1 લાખ કરતા વધુ આવક ધરાવતા લોકોને રાશન નહીં મળે.

ફિંગર પ્રિન્ટ આપવાની જરૂર નહીં પડે
જેઓની પાસે રાશનકાર્ડ નથી. પરંતુ તેઓને પણ અત્યારે રાશન આપવામાં નહીં આવે. આવા વ્યક્તિઓનો સર્વે કરાવવા અને લાભ આપવા માટે કલેકટરને પાવર આપવામાં આવ્યા છે. આગામી ચારથી પાંચ તારીખ બાદ આવા તમામ લોકોને પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મફતમાં અનાજ અને કરિયાણું આપવામાં આવશે. જેથી કોઈ પણ પરપ્રાંતીય લોકો કે જેઓની પાસે રાશનકાર્ડ ન હોય જેના કારણે તેઓ આ યોજનાથી વંચિત ન રહે. તો સાથે જ આ મહિનાનો તમામ અનાજ અને કરિયાણું ઓફલાઈન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોઈ પણ રાશનકાર્ડધારક એ પોતાનું ફિંગર પ્રિન્ટ આપવાની જરૂર નહીં પડે માત્ર સસ્તા અનાજના દુકાનદારો  જ રજીસ્ટર મેઇન્ટેન કરવાનું રહેશે. 

અન્ય સમાચારો પણ છે...