તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot IMA President Says Condition Is Serious, Doctors Ready To Expand Hospitals, System Takes Appropriate Decision Regarding Fire NOC

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:રાજકોટ IMAના પ્રમુખે કહ્યું- સ્થિતિ ગંભીર, હોસ્પિટલો વધારવા ડોક્ટર તૈયાર, ફાયર NOCને લઇને તંત્ર યોગ્ય નિર્ણય કરે

રાજકોટ6 દિવસ પહેલા
રાજકોટ IMAના પ્રમુખ પ્રફુલ કામા�
  • ફાયર NOCને લઇને તંત્ર અને IMA વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે

રાજકોટમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. વધતા કેસને લઇને શહેરની તમામ ખાનગી હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય ગઇ છે. એક પણ હોસ્પિટલમાં બેડ ખાલી નથી. બીજી તરફ રાજકોટ IMAના પ્રમુખ પ્રફુલ કામાણીએ નિવેદન આપતા જણાવ્યું છે કે, રાજકોટમની સ્થિતિ ગંભીર છે. હોસ્પિટલો વધારવા માટે ડોક્ટર તૈયાર છે પરંતુ ફાયર NOCને લઇને તંત્ર યોગ્ય નિર્ણય કરે.

હોસ્પિટલો શરૂ કરવા માટે ડોક્ટરો ડરી રહ્યા છે
પ્રફુલ કામાણીએ વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ હોસ્પિટલો શરૂ કરવા માટે ડોક્ટરો ડરી રહ્યાં છે. આજે રાજકોટના એમડી ડોક્ટરોની બેઠક પણ મળનાર છે. જેમાં ઓછા લક્ષણો ધરાવતા દર્દીઓને દાખલ કરી શકાય તે માટેની વ્યવસ્થા કરવા ચર્ચા કરવામાં આવશે. ફાયર NOCને લઇને તંત્ર અને IMA વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે.

ઓછા લક્ષણો ધરાવતા દર્દીઓને દાખલ કરી શકાશે
પ્રફુલ કામાણીએ ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટર ખોલવા સરકાર તરફથી મંજૂરી મળી ગઇ છે. આવી હોસ્પિટલમાં લક્ષણો ઓછા ધરાવતા દર્દીઓને દાખલ કરી શકાશે. જો આ દર્દીઓ ગંભીર બને તો તેને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવશે. પરંતુ રીફર કરતી વખતે અન્ય હોસ્પિટલમાં બેડ ન મળે અને દર્દીનું રસ્તામાં જ મોત થાય તેવી પરિસ્થિતિ સર્જાય તે માટે ડોક્ટરો ડરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો