તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવાસ:દીવના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજકોટથી દિલ્હી જવા રવાના, કલેક્ટર અને CPએ વિદાય આપી

રાજકોટ2 મહિનો પહેલા
રામનાથ કોવિંદ દિલ્હી જવાના રવાના થયા - Divya Bhaskar
રામનાથ કોવિંદ દિલ્હી જવાના રવાના થયા
 • રાષ્ટ્રપતિને એર ઇન્ડિયા દ્વારા કાઠીયાવાડી સ્નેકસ અપાયો

સૌરાષ્ટ્રના 4 દિવસના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાજકોટથી દિલ્હી જવા રવાના થયા હતા. રામનાથ કોવિંદ રાજકોટમાં 25મીએ ટૂંકુ રોકાણ અને દીવમાં ત્રણ દિવસની મુલાકાત બાદ આજે રાજકોટ કલેક્ટર અને CPએ વિદાય આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેના ધર્મપત્ની સવિતાદેવી અને 60થી 70 અધિકારીઓઓ કાફલો સાથે રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતા.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખાસ હેલિકોપ્ટર મારફત બપોરે 11.30 વાગ્યે રાજકોટ આવી પહોંચ્યા હતા. જે બાદ રાજકોટમાં માત્ર 10 મિનીટનું રોકાણ કરી એરફોર્સના ખાસ બોઇંગ મારફત દિલ્હી જવા રવાના થયા હતા. રાષ્ટ્રપતિને રાજકોટ એરપોર્ટ પર કલેકટર રેમ્યા મોહન અને પોલીસ કમિશનરે આવકાર્યા બાદ વિદાય આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિને ઓનબોર્ડ એર ઇન્ડિયા દ્વારા કાઠીયાવાડી સ્નેકસ અપાયો હતો. રાષ્ટ્રપતિના આગમન સંદર્ભે સર્કિટ હાઉસ, કલેકટર કચેરી, સિવિલ હોસ્પિટલ ખાતે કંટ્રોલરૂમ અને હોટલાઇન ચાલુ રાખવામાં આવ્યાં હતા. આ સાથે જ એરપોર્ટ, સિવિલ હોસ્પિટલ અને સર્કિટ હાઉસ સહિતના રૂટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

દીવના દરિયાકકિનારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જોગિંગ કર્યુ હતું
દીવના દરિયાકકિનારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જોગિંગ કર્યુ હતું

રાષ્ટ્રપતિ દીવમાં 3 દિવસ રોકાયા હતા
દીવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ભવ્ય સ્વાગત પ્રફુલ પટેલ અને કલેક્ટર સલોની રાય દ્વારા કરવામાં આવ્યું હતું. રસ્તા પર ઠેર-ઠેર લોક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. દીવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રાચિન ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ મલાલા ઓડિટોરીયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં નવનિર્મિત પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ હતું. આ સાથે જ દીવમાં તેને નાગવા બીચ, ખુકરી મેમોરીયલનું ઉદ્ઘાટન, ઘોઘલા બીચ અને કિલ્લાની મુલાકાત લીધી હતી. દીવના દરિયાકિનારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જોગિંગ કર્યુ હતું. સવારના સમયે રાષ્ટ્રપતિ દરિયાકિનારા પર જોગિંગ કરતા નજરે પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો