રાજીનામું:ભારતીય કિસાન સંઘના રાજકોટ જિલ્લાના પ્રમુખ દિલીપ સખીયાનું રાજીનામું, ભાજપની ભગિની સંસ્થામાં નવા-જૂનીના એંધાણ

રાજકોટ14 દિવસ પહેલા
ભારતીય કિસાન સંઘ રાજકોટના પ્રમુખપદેથી રાજીનામું આપનાર દિલીપ સખીયાની ફાઇલ તસવીર.
  • ચાર વર્ષ સુધી મેં નિષ્ઠાથી કામ કર્યું, નવાને તક આપવા રાજીનામું આપ્યું: દિલીપ સખીયા

ભાજપની ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘ રાજકોટમાં નવા-જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. ભારતીય કિસાન સંઘ રાજકોટના પ્રમુખ દિલીપ સખીયાએ રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. દિલીપ સખીયા છેલ્લા ચાર વર્ષથી પ્રમુખ પદ પર હતા. તેઓએ ભારતીય કિસાન સંઘ ગાંધીનગરના પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રાને રાજીનામું આપ્યું છે.

નવાને તક આપવા રાજીનામું આપ્યું: દિલીપ સખીયા
દિલીપ સખીયાના અચાનક રાજીનામાને લઇને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી હું કિસાન સંઘ રાજકોટના પ્રમુખ પદે રહ્યો છું. હવે નવાને તક આપવા માટે મેં રાજીનામું આપ્યું છે. ચાર વર્ષથી મેં નિષ્ઠાથી કામ કર્યું છે. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી છે. બીજી તરફ એવી પણ ચર્ચા થઇ રહી છે કે, દિલીપ સખીયાએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું કે પછી તેનો ભોગ લેવાયો છે.

દિલીપ સખીયાએ ભારતીય કિસાન સંઘ ગાંધીનગરના પ્રમુખને મોકલેલું પોતાનું રાજીનામું.
દિલીપ સખીયાએ ભારતીય કિસાન સંઘ ગાંધીનગરના પ્રમુખને મોકલેલું પોતાનું રાજીનામું.

બે દિવસ પહેલા રાસાયણિક ખાતરના ભાવ વધારાને લઇ વિરોધ કર્યો હતો
બે દિવસ પહેલા જ દિલીપ સખીયાએ ખેડૂતોને સાથે રાખી કલેક્ટર કચેરીમાં રાસાયણિક ખાતરના ભાવવધારાને લઇને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત અતિવૃષ્ટિમાં પણ ખેડૂતોને થયેલા નુકસાન અંગે અનેકવાર વિરોધ કર્યો હતો. ખેડૂતોના પ્રશ્નોને લઇને દિલીપ સખીયાએ અનેકવાર લડતો ચલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...