તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વાગત:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજકોટ એરપોર્ટ પર ટૂંકુ રોકાણ કર્યુ, વિમાન લેન્ડીંગ થયા બાદ રન-વે પટ્ટી પાસેનું ઘાસ સળગી ઉઠતા દોડધામ

રાજકોટ9 મહિનો પહેલા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું પ્લેન લેન્ડીંગ થયા બાદ રન-વે પટ્ટી પાસેનું ઘાસ સળગ્યું હતું. - Divya Bhaskar
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું પ્લેન લેન્ડીંગ થયા બાદ રન-વે પટ્ટી પાસેનું ઘાસ સળગ્યું હતું.
  • બપોર બાદ દિવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જલંધર સર્કિટ હાઉસનું લોકાર્પણ કરશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના પત્ની સાથે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર રેડ કાર્પેટથી રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન સહિત અધિકારીઓ હાજર રહ્યાં હતા. રાજકોટ એરપોર્ટ પર તેઓએ ટૂંકુ રોકાણ કર્યુ હતું અને હેલિકોપ્ટર મારફત દિવ જવા જવાના થયા હતા.

દિવમાં આજથી 28 ડિસેમ્બર સુધી રોકાણ કરી નાતાલ પર્વની ઉજવણી કરશે. દિવમાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે. રાજકોટ એરપોર્ટ પર રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ તથા આખી રન-વે પટ્ટી ઉપર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિનું વિમાન લેન્ડીંગ થયા બાદ તુરંત જ રન-વે પટ્ટી પાસેનું ઘાસ ભડભડ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. ફાયર ફાઇટર દોડી આવી ઘાસ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ પ્લેનને કારણે નહીં પણ પક્ષી ઉડાવવાના ફટાકડાને કારણે લાગી હતી.

દિવમાં 1.55 વાગ્યે જલંધર સર્કિટ હાઉસનું લોકાર્પણ કરશે
દિવ પહોંચી રાષ્ટ્રપતિ બપોર બાદ 1.55 વાગ્યે જલંધર સર્કિટ હાઉસનું લોકાર્પણ કરશે. 26 ડિસેમ્બરે સવારે 10.35 વાગ્યે ગંગેશ્વર મંદિરના દર્શન કરશે. તેમજ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. રાજકોટ એરપોર્ટ પર રાષ્ટ્રપતિના આગમનને લઈને પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રાષ્ટ્રપતિના રાજકોટ એરપોર્ટ પર ટૂંકા રોકાણને પગલે એરપોર્ટ તેમજ એરપોર્ટ ફરતે પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંદોબસ્તમાં અધિકારીઓ સહિત 700 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

હેલિકોપ્ટર મારફત રાષ્ટ્રપતિ દિવ જવાના રવાના થયા હતા
હેલિકોપ્ટર મારફત રાષ્ટ્રપતિ દિવ જવાના રવાના થયા હતા

રાષ્ટ્રપતિનો કાર્યક્રમ

25-12-2020
-દિલ્હીથી 10.25 વાગ્યે રવાના
-રાજકોટ એરપોર્ટ પર 12.10 મિનીટે આગમન-સ્વાગત
-બપોરે 12.20 વાગ્યે રાજકોટથી દિવ જવા રવાના
-બપોરે 1.25 વાગ્યે દિવમાં આગમન
-બપોરે 1.55 વાગ્યે જલંધર બીચે સર્કિટ હાઉસનું ઉદઘાટન

26-12-2020
-સવારે 10.35 સવારે ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા
-સવારે 11.30થી 12.30 વાગ્યા સુધીમાં દિવમાં જુદા-જુદા કામોનું ખાતમુર્હુત
-સાંજે 6.20 વાગ્યે ફૂડકોર્ટ-સ્ટોલનું ઉદઘાટન
-આઈએનએસ ખુકરી મેમોરિયલનુ્ં ઉદઘાટન, કલ્ચરલ પ્રોગ્રામ-ભોજન સમારોહ

27-12-2020
-સાંજે 4 થી 5 વાગ્યા સુધી ઘોઘલા બીચની મુલાકાતે
-સાંજે 6.55થી 7.40 દિવ કિલ્લાની મુલાકાત અને ફોર્ટમાં લાઈટ એન્ડ સાઉન્ડ-શોનું આયોજન
-સાંજે 7.40થી 8.20 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ

28-12-2020
-સવારે 10.30 વાગ્યે દિવથી રાજકોટ આવવા રવાના
-સવારે 11.35 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર સ્વાગત-અભિવાદન
-સવારે 11.45 વાગ્યે રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના
-બપોરે 1.30 વાગ્યે દિલ્હી પહોંચશે