તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બજેટ@2021-22:રાજકોટ મનપાનું 2275 કરોડનું બજેટ, સૌની યોજનાથી આજીડેમમાં પાણી ઠલવાશે, નવા ભળેલા 5 ગામમાં 100 કરોડની ફાળવણી

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટ મનપા કમિશનર વર્ષ 2021-22નું બજેટ રજુ કરવામાં આવ્યું.
 • નવા ભળેલા ઘંટેશ્વર, મુંજકા અને મોટામવા ગામમાં ભૂગર્ભ ગટર માટે 915 લાખની જોગવાઇ
 • આજીડેમ પાસે 150 MLDનો નવો સંપ બનશે, 22 જગ્યા પર માય ઇ-બાઇક કેન્દ્ર ઉભા કરાશે

રાજકોટ મનપાનું વર્ષ 2021-22નું કરબોજ વિનાનું રૂ.2275 કરોડનું બજેટ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા રજુ કરવામાં આવ્યું છે. કમિશનરે બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલને સુપ્રત કર્યુ છે. 2020-21માં કોરોનાકાળને કારણે બજેટમાં આવકના અંદાજો પૂર્ણ થઇ શક્યા નહીં હોવાથી 600 કરોડની ખાધ આવી છે. આ વર્ષે બજેટમાં પાણીવેરામાં કોઇ રાહત આપવામાં આવી નથી. તેમજ નવા વિસ્તારોમાં મિલકત વેરો વધારવામાં આવ્યો છે. આ વર્ષના બજેટમાં શહેરમાં વર્ટીકલ ગાર્ડન બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે. શહેરમાં નવા ભળેલા 5 ગામોમાં 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

નવા ભળેલા પાંચ ગામો માટે 100 કરોડની જોગવાઇ
રિવાઇઝડ બજેટ 2100 કરોડમાંથી 1500 કરોડનું કરવામાં આવ્યું છે. નવા ભળેલા પાંચ ગામો માટે 100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગત વર્ષનો 260 કરોડનો મિલકત વેરાના લક્ષ્યાંકને વધારીને નવા વિસ્તાર માટે 340 કરોડનો લક્ષ્ય કરવામાં આવ્યો છે. નવા ભળેલા ગામો જેમાં મોટામવા, મુંજકા, માધાપર, મનહરપરા, ઘંટેશ્વરના વિસ્તારોમાં વેરાની આકારણી શરૂ થઈ છે. ફાયર બ્રિગેડ, ડ્રેનેજ, કન્ઝરવન્સી ટેક્સ યથાવત રાખવામાં આવ્યો છે. ચાલુ વર્ષે પાણી વેરો યથાવત રાખવામાં આવ્યો છે.

મનપા કમિશનરે બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલને સુપ્રત કર્યું.
મનપા કમિશનરે બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલને સુપ્રત કર્યું.

ડિજિટલ વેરો ભરનાર રિબેટ અપાશે
વાહન વેરાનો લક્ષ્યાંક ગત વર્ષે 19 કરોડનો હતો. જે 1123 કરોડની જ વસુલાત કરવામાં આવી હતી. વેરાની ચુકવણી ડિજિટલ કરનારને ઓછામાં ઓછું 50 અને વધુમાં વધુ 250 રૂપિયાનું રિબેટ આપવામાં આવશે. ગત વર્ષ કરતા રિવાઇઝડ બજેટ 1154 કરોડ હતું જે વધારીને 1500 કરોડ કરવામાં આવ્યું છે.

શહેરને 100 ઇલેક્ટ્રિક બસ મળશે
રાજકોટના નવા ભળેલા ઘંટેશ્વર, મુંજકા અને મોટામવા ગામમાં ભૂગર્ભ ગટર માટે 915 લાખની જોગવાઇ કરવામાં આવી છે. મનપા દ્વારા 100 ઇલેક્ટ્રિક બસ મૂકવામાં આવશે. શહેરમાં વર્ટીકલ ગાર્ડન અને સર્કલ રિડેવલોપમેન્ટ કરવામાં આવશે. વૃક્ષોનું જિયોનું ટેગિંગ કરવામાં આવશે. આજી ડેમ પાસે 150 એમએલડીનો નવો સંપ બનાવવામાં આવશે. શહેરમાં 22 જગ્યા પર માય ઇ-બાઇક કેન્દ્ર ઉભા કરાશે. નાકરાવાડી ખાતે 4 વોલ્ટનો સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે. નવા વિસ્તારમાં 2 નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. એક પીપીપી ધોરણે ફાયર સ્ટેશન બનશે.

બજેટ હાઇલાઇટ્સ

 • નવા ભળેલા પાંચ ગામો માટે 100 કરોડની ફાળવણી
 • ત્રિકોણબાગ, સર્વેશ્વર ચોક, એ ડિવિઝન પાસે મલ્ટીલેવલ પાર્કિંગ
 • પુષ્કરધામ મેઇન રોડ પર આધુનિક ફૂડ ઝોન, વૃક્ષોને જિઓ ટેગિંગ કરવાનો પ્રોજેક્ટ
 • વધુ 22 સાયકલ શેરિંગ સ્ટેશન શરૂ કરાશે
 • સાયકલ ખરીદી પર વ્યક્તિ દિઠ 1000નું વળતર
 • ઇ-વાહન ખરીદનારને 2020ની સબસીડી
 • વર્ટિકલ ગાર્ડન ડેવલોપમેન્ટને પ્રોત્સાહન
 • ત્રણ નવા આરોગ્ય કેન્દ્રો બનશે
 • એર ક્વોલિટી સુધારણા માટે 40 કરોડની ફાળવણી
 • ​​​​​​​નાકરાવાડી ખાતે સોલાર પ્લાન્ટ બનશે
 • ધર્મેન્દ્ર રોડને પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી રોડ જાહેર
 • લાલપરી રાંદરડા ડેવલોપમેન્ટ માટે 3.50 કરોડ મંજૂર
 • ટ્રાફિકની સમસ્યા નિવારવા શહેરમાં ચાર નવા ઓવરબ્રિજ અને એક અંડરબ્રિજ તૈયાર કરાશે
 • જામનગર રોડ પર જર્જરિત સાંઢિયા પૂલનું નવિનીકરણ થશે
 • નવા ભળેલા વિસ્તારોના સ્મશાન ગૃહનું સંચાલન ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવશે​​​​​​​​​​​​​​
 • પીવાનું પાણી મળી રહે તે માટે સૌની યોજનાથી આજી નદીમાં પાણીની વ્યવસ્થા
 • ​​​​​​​​​​​​​​શહેરમાં મીટર આધારિત પાણી વિતરણ વ્યવસ્થા કરાશે

રૂડાનું 246 કરોડનું બજેટ 19 માર્ચ રજુ થશે
​​​​​​​
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા 19 માર્ચના રોજ 163મી બોર્ડ બેઠકનું ચેરમેન ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવશે. આ બોર્ડ બેઠકમાં રેકર્ડ બ્રેક સમયમાં તૈયાર થયેલી ટી.પી.સ્કીમો નં.-38/2 (મનહરપુર-રોણકી) તથા નં.-41 (માલીયાસણ-સોખડા)માં કુલ-2 સુચિત મુસદ્દારૂપ નગર રચના યોજનાના અધિનિયમ-1976ની કલમ-47 હેઠળ મળેલા વાંધા સૂચનો અને રજૂઆતો માટે નિર્ણય કરવા અને અધિનિયમ-1976ની કલમ-48 (1) હેઠળ રાજ્ય સરકારને મંજૂરી અર્થે સાદર કરવા, AIIMS હોસ્પિટલને જોડતા 30 મીટર ડી.પી.રસ્તાનુ બ્રિજ સાથેનું 4 માર્ગીય રસ્તાનું ડામર કામ તથા નાણાંકીય વર્ષ 2021-22ના અંદાજપત્રને બહાલી આપવા રજૂ થશે. આ અંદાજપત્ર અંદાજે રૂા. 246 કરોડનું રજુ થવાની સંભાવના છે. જેમાં રિંગરોડ ફેઝ-3, ફેઝ-4, 24 ગામોની પાણી પુરવઠા યોજના, AIIMS પહોંચવાના રસ્તાઓ તેમજ PMAYના મકાનો માટે આયોજન કરવામાં આવ્યું છે