તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:કોરોનાની ત્રીજી વેવ સામે લડવા નોડલ ઓફિસરે માસ્ટર પ્લાન તૈયાર કર્યો, 350 બેડ છે તે વધારીને 1 હજાર અને 50 વેન્ટિલેટર સાથે બેડ ઉભા કરાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નોડલ ઓફિસર ડો.રાહુલ ગુપ્તા. - Divya Bhaskar
નોડલ ઓફિસર ડો.રાહુલ ગુપ્તા.
  • નોડલ ઓફિસર ડો.રાહુલ ગુપ્તાએ જિલ્લાના સરકારી-ખાનગી ડોક્ટરો સાથે મિટિંગ કરી

રાજકોટ જિલ્લા કલેક્ટર કોરોનાની ત્રીજી વેવ સામે નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તાની ઉપસ્થિતિમાં ગઇકાલે રાજકોટ શહેર-જિલ્લાના તમામ સરકારી ડોક્ટરો, ખાનગી ડોક્ટરો, IMA, બાળકોના સ્પેશિયાલીસ્ટો, સાથે મિટિંગ યોજી થર્ડ વેવ સામે લડવા અંગે આખો માસ્ટર પ્લાન ફાઇનલ કર્યો હતો. જેમાં હાલ 350 બેડની સવિધા છે તે વધારીને 1 હજાર બેડ કરવામાં આવશે અને 25 વેન્ટિલેટર સાથેના બેડ તૈયાર કરાયા છે તે વધારીને 50 કરવામાં આવશે.

સમરસમાં તમામ માળ પર ઓક્સિજન લાઇન નખાશે
ખાસ કરીને રાજકોટમાં ડોકેટરો અને હોસ્પિટલો પાસે હાલ 350 બેડ ઉપલબ્ધ છે, તે વધારીને 1 હજાર કરવા ઉપર ભાર મુકી તે અંગે કાર્યવાહી કરવા સુચના આપી હતી, આ માટે સરકારી તંત્રની મદદની ખાત્રી આપી હતી.
આ ઉપરાંત બીજા મહત્વના નિર્ણયમાં સમરસ હોસ્ટેલમાં ઓક્સિજન લાઇનવાળા 4 માળ છે. તે સિવાયના અન્ય માળો ઉપર પણ ઓક્સિજન પાઇપલાઇન નાંખવા, સમરસમાં 50 બેડનું આઇ.સી.યુ., વેન્ટિલેટર સાથેની સુવિધા વધારવા તથા કેન્સર કોવિડમાં 25 બેડ આઇસીયુ-વેન્ટિલેટરવાળા છે. તે 50 બેડનું કરી નાંખવાનો સમાવેશ થાય છે.

હવે ડાયરેક્ટ કેન્સર કોવિડ અને સમરસમાં દાખલ થઇ શકા
ત્રીજો મહત્વનો નિર્ણય એ લેવાયો કે ત્રીજી લહેરમાં બહુ કેસો વધી જાય તો પહેલા સિવિલમાં જવુ પડે અને ત્યાંથી સમરસ કે કોવિડ કે અન્ય હોસ્પિટલોમાં ખસેડાય તેવો આગ્રહ રખાયો હતો. તે હવે પડતો મુકાશે અને હવે ડાયરેક્ટ કેન્સર કોવિડ અને સમરસમાં દાખલ થઇ શકાશે. પરિણામે સિવિલમાં લાઇનો ઘટશે. અત્યંત ગંભીર સ્થિતિમાં જ સિવિલમાં જે તે દર્દીને લવાશે.

સોમવારથી નવા નર્સિંગ સ્ટાફની તાલીમ શરૂ થશે
આ ઉપરાંત ઓનલાઇન મલ્ટી રજીસ્ટર નંબરની સુવિધા ઉમેરાશે. જેથી દર્દીને સીધા સમરસ કે કેન્સરમાં લઇ જવાય તો તેના કેસ પેપર્સની ફાઇલ ત્યાં જ તૈયાર થઇ જશે. જેથી સિવિલ અને ચૌધરીના મેદાનમાં લાઇનો ઓછી થશે. આ ઉપરાંત સોમવારથી તમામ જે નવા નર્સિંગ સ્ટાફ છે તેના માટે તાલીમો શરૂ થઇ જશે અને ત્રણેય સ્થળે ડોક્ટરો-નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ પણ યોગ્ય રીતે ફાળવી દેવાશે.