એજ્યુકેશન:21થી 23 જૂન શાળાઓમાં પ્રવેશોત્સવ યોજવા તૈયારી

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ બાદ ભૂલકાંઓને વાજતે-ગાજતે પ્રવેશ અપાશે : બાળકોને કિટ-પુસ્તકો અપાશે

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષથી સરકારી શાળામાં વધુને વધુ વિદ્યાર્થીઓ એડમિશન લે તેના માટે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી શાળાઓમાં પ્રવેશોત્સવના કાર્યક્રમ થઇ શક્યા નથી પરંતુ હવે જ્યારે કોરોનાના કેસ નહીંવત છે ત્યારે આ વર્ષે આગામી તારીખ 21થી 23 જૂન દરમિયાન શહેરી વિસ્તારની સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ યોજવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરી વિસ્તારની સરકારી શાળાઓને આગામી 21થી 23 જૂન દરમિયાન પ્રવેશોત્સવ યોજવા તૈયારી કરવા મૌખિક સૂચના પણ આપી દેવામાં આવી છે. જોકે સત્તાવાર રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સંભવત: 6 જૂન આસપાસ કરવામાં આવે તેવું જાણવા મળ્યું છે.

શહેરી વિસ્તારમાં તા.21થી 23 જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી, મંત્રી મંડળના મંત્રીઓ, અધિકારીઓ અને અન્ય ક્ષેત્રના મહાનુભાવો ગામે-ગામ જઇને પ્રવેશપાત્ર બાળકોને વાજતે-ગાજતે શાળા પ્રવેશ કરાવશે. અગાઉ તાઉતે વાવાઝોડા અને કોરોના મહામારીને કારણે પ્રવેશોત્સવ યોજી શકાયો ન હતો, પરંતુ હવે શાળા પ્રવેશોત્સવ યોજવાનું આયોજન થઇ રહ્યું છે. જેમાં ધો.1ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ અને મોટા વિદ્યાર્થીઓને પુસ્તકો, સ્કૂલ બેગ સહિતની વસ્તુઓ પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...