તૈયારી:કૃષ્ણ જન્મને વધાવવા તૈયારીઓ શરૂ, શોભાયાત્રામાં 200 ભાવિકો જ રહી શકશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઠમને દિવસે રાત્રીના એક વાગ્યા સુધી કર્ફ્યૂમાંથી મુક્તિ, કૃષ્ણ જન્મોત્સવમાં મટકીફોડ કાર્યક્રમના આયોજન પર પ્રતિબંધ

કોરોના મહામારીની બીજી લહેર બાદ રાજ્ય સરકારે બહાર પાડેલી ગાઇડલાઇન મુજબ રાજકોટમાં કૃષ્ણજન્મોત્સવ ઉજવવાની તૈયારી લોકોએ શરૂ કરી દીધી છે. શહેરના મુખ્ય ચોકો તેમજ સોસાયટીઓમાં કૃષ્ણ જન્મોત્સવને લગતા જુદા-જુદા ફ્લોટ્સ તૈયાર થવા લાગ્યા છે. જેમાં કૃષ્ણની જુદી-જુદી લીલાઓ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્ય ચોક ઉપર ધ્વજા-પતાકા બાંધવાની કામગીરી પણ ભાવિકોએ શરૂ કરી દીધી છે.

આ નિયમનું પાલન કરવું પડશે
કોરોનાની ત્રીજી લહેરની અસર આગામી તહેવારો પર ન થાય તે માટે રાજય સરકાર દ્વારા ફરી એક વખત જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. જે જાહેરનામાનો જન્માષ્ટમી તેમજ ગણેશ મહોત્સવ એટલે કે તા.28-8થી તા.15-9 સુધી અમલમાં રહેશે. શહેર પોલીસ કમિશનરે પ્રસિધ્ધ કરેલા જાહેરનામામાં આગામી તા.30ના રોજ જન્માષ્ટમીનો તહેવાર છે. શોભાયાત્રામાં માત્ર 200 જ વ્યક્તિ સાથે રહી શકશે. તેમજ મંદિર પરિસરમાં પણ 200 ભાવિકો ઉપસ્થિત રહી શકશે. દર્શન કરવા આવતા ભાવિકોએ માસ્ક પહેરવું ફરજિયાત તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. જયારે રાત્રીના બાર વાગ્યે શહેરના વિવિધ વિસ્તારોમાં કૃષ્ણ જન્મની ઉજવણીમાં મટકી ફોડ કાર્યક્રમ થઇ શકશે નહિ. જો કે, શહેરમાં આઠમની ભાવભેર ઉજવણી થઇ શકે તે માટે રાત્રીના એક વાગ્યા સુધી લોકોને ક્ફર્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે.

જયારે તા.9થી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો હોય તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં બાપ્પાની મૂર્તિ 4 ફૂટ અને ઘરમાં બિરાજતા બાપ્પાની 2 ફૂટની મૂર્તિનું જ સ્થાપન કરી શકશે. સાર્વજનિક મહોત્સવમાં કોઇ કાર્યક્રમનું આયોજન કરી શકાશે નહિ. અહી માત્ર પૂજા, આરતી, પ્રસાદનું વિતરણ કરી શકાશે. ગણેશ સ્થાપન અને વિસર્જન સમયે માત્ર 15 જ વ્યક્તિઓ રહી શકશે.

અન્ય સમાચારો પણ છે...