લીલી ઝંડી ન મળી:શેરી ક્લિનિક ખોલવા રાજકોટમાં તૈયારીઓ, અમલ મહેસાણામાં થયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે મહિનાથી ભરતી થઈ ગઈ, રાજકીય સ્થિતિ બદલાતા અટક્યું
  • મનપાએ 60થી વધુ તબીબનું લિસ્ટ તૈયાર કર્યું છતાં લીલી ઝંડી ન મળી
  • મંત્રીમંડળ બદલાતા બોર્ડમાં પણ ફેરફાર કરી નાંખ્યા હતા જેથી લોકાર્પણ નક્કી થાય એટલે ઝડપથી બોર્ડ લાગી શકે. આવું એક બોર્ડ હજુ મનપા કચેરીમાં રાહ જોઈ રહ્યું છે.

રાજ્યમાં દીનદયાળ ક્લિનિકનો પાઇલટ પ્રોજેક્ટ રાજકોટ શહેરથી શરૂ કરાશે તેવી જાહેરાત 3 મહિના પહેલા કરાઈ હતી. આ માટે રાજકોટ મહાનગરપાલિકાએ ઈન્ટરવ્યૂની પ્રક્રિયા કરીને 60થી વધુ તબીબની ભરતી કરવા લિસ્ટ તૈયાર કર્યું હતું. આ ઉપરાંત કઈ જગ્યાએ ક્લિનિક હશે તે જગ્યા અને દવા, ફર્નિચરની ખરીદી પ્રક્રિયા કરાઈ હતી. તત્કાલીન મુખ્યમંત્રીના જન્મદિવસે લોકાર્પણ થશે તે તારીખને ધ્યાને રાખીને કામ કરાયું હતું પણ ત્યારે લોકાર્પણ ન થયું. ત્યારબાદ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી આવશે તેવી પણ વાત હતી જે પણ ખોટી પડી હતી.

મંત્રીમંડળ બદલાતા આખો પ્રોજેક્ટ જ અટકી ગયો હતો. રાજકોટ મનપા રાહ જોતી રહી કે ક્યારે ઉચ્ચ સ્તરેથી તારીખ આવે અને લોકાર્પણ થાય પણ તે તારીખ તો ન આવી તેનાથી ઊલટું મહેસાણા જિલ્લામાં અચાનક 6 દીનદયાળ ક્લિનિકનું લોકાર્પણ બુધવારે કરી દેવાયું છે. જેથી સ્પષ્ટ થયું કે, પ્રોજેક્ટ પડતો મુકાયો ન હતો પણ જિલ્લો જ બદલાવી દેવાયો છે. એક રીતે જોઈએ તો પાઇલટ પ્રોજેક્ટમાંથી રાજકોટને પડતું મૂકી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...