તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્નિકલ ચેકિંગ:જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં પણ વેક્સિન રાખી શકાય તેવી તૈયારીઓ કરી દેવાઈ

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ જિલ્લામાં વેક્સિન માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને રેફ્રિજરેટર અને ઈન લાઈન રેફ્રિજરેટરમાં ટેક્નિકલ ચેકિંગ કરી દેવાયું છે. જિલ્લા પંચાયતની કચેરીમાં વેક્સિન સ્ટોર છે. સૌરાષ્ટ્ર રિજિયોનલ વેક્સિન સ્ટોરમાંથી જે રસી આવે તેને ત્યાં જ રાખવામાં આવે છે. કોરોનાની રસીની કોલ્ડ ચેઈન પણ એ મુજબ જ રહેશે તેથી જિલ્લાકક્ષાના વેક્સિન સ્ટોર તૈયાર કરી દેવાયા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં રસી પહોંચે તે માટે આરોગ્ય કેન્દ્રમાં પણ એક એક સહિત 80 આઈએલઆર મુકાયા છે. વેક્સિન વાન મારફત ત્યાં રસી મોકલાશે અને પછી વેક્સિન કરિયર મારફત રસી અપાશે.

પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર અને ત્યારબાદ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી અપાશે. આ માટે તબીબ, નર્સિંગ સ્ટાફ તેમજ કોરોનાની ફરજમાં જોડાયેલા કર્મચારીઓની યાદી પણ તૈયાર કરી લેવાઈ છે. હવે 50 વર્ષની ઉપરના લોકોને રસી આપવા માટે ડેટાબેઝ તૈયાર કરવાનો છે તેના માટે ચૂંટણીપંચની મંજૂરી લઈને ચૂંટણીકાર્ડના ડેટાને આધારે 50 વર્ષથી વધુની વયના લોકોનો ડેટા બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો