તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:રાજકોટમાં ધો-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની તૈયારીઓ શરૂ, જિલ્લામાં કુલ 24 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ18 દિવસ પહેલા
જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલા
  • શિક્ષક, સુપરવાઈઝર તેમજ DEO સહિતનો સ્ટાફ ઓબ્ઝર્વેશનમાં રહેશે

કોરોનાની મહામારીમાં શિક્ષણને અસર પહોંચી છે. વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ છેલ્લા એક વર્ષથી ઓનલાઈન ચાલી રહ્યું છે. તે ઉપરાંત કેટલીક પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને કેટલીક પરીક્ષાઓ પાછી ધકેલવામાં આવી છે. સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. પરંતુ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી 15 જુલાઈએ યોજાવાની છે.હાલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

એક ક્લાસમાં 20 વિદ્યાર્થી જ બેસશે
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં પરીક્ષાના કેન્દ્ર, બિલ્ડિંગ, બ્લોક નક્કી કરાયા છે. જિલ્લામાં કુલ 24 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં શિક્ષક, સુપરવાઈઝર સહિતનો સ્ટાફ ઓબ્ઝર્વેશનમાં રહેશે.એક વર્ગમાં માત્ર 20 વિદ્યાર્થી જ બેસાડવાના હોવાથી વર્ગની સંખ્યા વધુ થશે. ધો.12 સાયન્સમાં 85 બિલ્ડિંગ અને 590 બ્લોકમાં અંદાજિત 20 હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. કોરોના કાળને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે સેનેટાઈઝેશન અને લોકોની અવરજવર પર નિયંત્રણ લાદવા શાળાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.

ધોરણ- 10 અને ધોરણ-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ધોરણ 10 અને 12ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની બોર્ડની જાહેર પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો નિર્ણય સરકારે કર્યો હતો, પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના રિપીટર ઉમેદવારોની પરીક્ષા આગામી 15 જુલાઈના રોજ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પરીક્ષા સમયે કોઈ સંક્રમિત ન થાય તે માટે આટલી તૈયારી

  • પરીક્ષા કેન્દ્ર પર દરેક વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ અપાશે.
  • કેન્દ્ર પર વિદ્યાર્થીઓને માસ્ક પહેર્યા વિના પ્રવેશ નહીં મળે.
  • પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીનું થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝ કરાશે.
  • વાલીઓ મોટી સંખ્યામાં એકઠા ન થાય તે માટે જે-તે શાળાને સૂચના અપાશે.
  • એક બેંચમાં એક જ વિદ્યાર્થી બેસાડાશે. બે વિદ્યાર્થી વચ્ચે ડિસ્ટન્સ જળવાશે.
  • સુપરવાઈઝર પણ માસ્ક અને ગ્લોઝ પહેરીને કામગીરી કરશે.
  • પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને એકસાથે નહીં છોડાય, તબક્કાવાર રવાના કરાશે.
  • શાળાની બહાર પણ વિદ્યાર્થીઓ એકઠા ન થાય તેનું ધ્યાન રખાશે.
અન્ય સમાચારો પણ છે...