તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડ વેક્સિનની મોકડ્રિલ:કોવિડ વેક્સિનની મોકડ્રિલ માટે આજથી તૈયારી શરૂ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

કોરોનાની વેક્સિન આવે તે પહેલા વેક્સિનેશનના પ્રોટોકોલ યોગ્ય છે કે નહિ તે જાણવા માટે ડ્રાય રન અને મોકડ્રિલ કરવા માટે રાજકોટની પસંદગી કરાઈ છે. મંગળવારે જિલ્લા આરોગ્ય વિભાગની મોકડ્રિલ ગોંડલ જ્યારે શહેરમાં મનપા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં કરશે. આ માટે સોમવારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાશે. વેક્સિનેશન બૂથ તૈયાર કરાશે તેમજ સ્ટાફને ત્યાં ડ્યૂટી ફાળવીને તૈનાત કરાશે અને સ્થળથી વાકેફ કરી દેવાશે. રસીના લોજિસ્ટિક અને કોલ્ડચેઈન માટે પણ કેટલાક ફેરફાર કરવામાં આવશે.

આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓને વેક્સિનેશન માટે ડમી મેસેજ મોકલવામાં આવશે અને કો-વિન સોફ્ટવેરમાં ડ્રાય રન માટે જે અલગથી ઓપ્શન બનાવ્યો છે તેમાં એન્ટ્રી પણ થઈ જશે. અધિકારીઓ સ્થળ ચકાસણી પણ કરશે. મંગળવાર સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ડ્રાય રન થશે. વેક્સીન આવ્યા બાદ વોર્ડવાઈઝ લોકોને ઝડપથી આપી શકાય અને રસી આપવાની કામગીરી વહેલી પૂરી થાય તે માટે કવાયત કરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો