કોરોનાની મહામારીમાં શિક્ષણને અસર પહોંચી છે. વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ છેલ્લા એક વર્ષથી ઓનલાઈન ચાલી રહ્યું છે. તે ઉપરાંત કેટલીક પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને કેટલીક પરીક્ષાઓ પાછી ધકેલવામાં આવી છે. સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. જયારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા આવતીકાલે 15 જુલાઈએ યોજાવાની છે. હાલ રાજકોટમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
એક ક્લાસમાં 20 વિદ્યાર્થી જ બેસશે
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં પરીક્ષાના કેન્દ્ર, બિલ્ડિંગ, બ્લોક નક્કી કરાયા છે. જેમાં શિક્ષક, સુપરવાઈઝર સહિતનો સ્ટાફ ઓબ્ઝર્વેશનમાં રહેશે.એક વર્ગમાં માત્ર 20 વિદ્યાર્થી જ બેસાડવાના હોવાથી વર્ગની સંખ્યા વધુ થશે. ધો.12 સાયન્સમાં 85 બિલ્ડિંગ અને 590 બ્લોકમાં અંદાજિત 18,640 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. કોરોના કાળને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે સેનેટાઈઝેશન અને લોકોની અવરજવર પર નિયંત્રણ લાદવા શાળાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.
પરીક્ષા કેન્દ્રોના વિભાગના 144મી કલમ લાગુ પડશે
વધુમાં શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, કોવીડ-19ની ગાઇડલાઇન મુજબ આ પરીક્ષા લેવામાં આવનાર છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર થર્મલગન અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. થર્મલગનથી વિદ્યાર્થીઓને ટેમ્પરેચર માપી પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ અપાશે. વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજીયાત કરવામાં આવેલ છે. રીપીટર્સ વિદ્યાર્થીઓની આ પરીક્ષામાં ચોરી અને ગેરરીતીની ઘટનાઓ પર રોક લગાવવા માટે તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાવાળા જ રાખવામાં આવેલ છે. તેમજ દરેક જિલ્લાઓમાં ચેકીંગ સ્કવોર્ડ તૈનાત કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસત ગોઠવાશે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોના વિભાગના 144મી કલમ લાગુ પડશે.
પરીક્ષા સમયે કોઈ સંક્રમિત ન થાય તે માટે આટલી તૈયારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.