LRD ઉમેદવારોના કામની વાત:કયા વિષયમાં સૌથી વધુ ધ્યાન આપવું? વાંચવા-દોડવાની સાથે તૈયારી કેવી રીતે કરવી? રાજકોટની ICE ઇન્સ્ટિટ્યૂટના મૌલિક ગોંધીયાએ આપી ટિપ્સ

અમદાવાદ2 મહિનો પહેલા
  • રાજકોટમાં શારીરિક પરીક્ષા સાથે લેખિત પરીક્ષાની પણ યુવાઓ તૈયારી કરી રહ્યા છે
  • 100 માર્ક્સના પેપર માટે બે કલાકનો સમય મળતા પેપર વધુ અઘરું પૂછાઈ શકે

રાજકોટએ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સૌરાષ્ટ્રભરમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ રાજકોટ આવતા હોય છે. રાજકોટમાં આજે યુવાનો નોકરીની તક મેળવવા માટે રાત-દિવસ તનતોડ મહેનત કરી રહ્યા છે. ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતીમાં 10,459 ભરતી સામે 12 લાખથી વધુ ફોર્મ ભરાયા અને 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ છે. જેથી વિદ્યાર્થીઓની કોમ્પિટિશનમાં ખૂબ મોટો વધારો થવા પામ્યો છે. માટે વિદ્યાર્થીઓ પ્રથમ પોતાની જાતથી કોમ્પિટિશન સમજી ફિઝિકલ પ્રેક્ટિસની સાથે સાથે કોચિંગ ક્લાસ જોઈન કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દીધી છે. આ વર્ષે લોકરક્ષક દળની પરીક્ષામાં પ્રથમ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવનાર હોવાથી વિદ્યાર્થીઓ સવાર-સાંજ ગ્રાઉન્ડ પર જઇ દોડ તેમજ સ્ટ્રેચિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

MBA, MCA થયેલા યુવાઓએ પણ ઉમેદવારી નોંધાવી
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ ક્લાસીસ ક્ષેત્રે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં નામના ધરાવતી ICE ઇન્સ્ટિટ્યૂટના મૌલિકભાઇ ગોંધીયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે લોકરક્ષક દળની પરીક્ષામાં સ્પર્ધા વધી છે. 10,459 ભરતી સામે 11 લાખથી વધુ ફોર્મ ભરાયા છે. એવું નથી કે માત્ર 12 ધોરણ પાસ વિદ્યાર્થી જ ઉમેદવારી નોંધાવી છે, પરંતુ આ વર્ષે MBA, MCA, એન્જીનિયરિંગ સહિત માસ્ટર ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલા વિદ્યર્થિઓએ પણ ઉમેદવારી નોંધાવી છે. આ વર્ષની હરીફાઈ અજ્ઞાત લોકો સાથે છે માટે મેરીટ અંદરનો એક ટાર્ગેટ નક્કી કરી ખુદની કોમ્પિટિશન ખુદ સાથે કરી સારા માર્ક મેળવવા પ્રયત્ન કરવા જોઈએ. આ સાથે ફિઝિકલ ટેસ્ટ પ્રથમ લેવાશે તો દોડની પણ તૈયારી કરી દેવી જોઈએ અને તેમાં પણ શારીરિક ખોટ શરીરને ન સર્જાઈ તેની ખાસ કાળજી રાખવી જોઈએ.

કોઈ પણ વિષયને ઓપ્શનમાં કાઢી નહીં શકાય
કોઈ પણ વિષયને ઓપ્શનમાં કાઢી નહીં શકાય

100 માર્ક્સના પેપરમાં પહેલીવાર 2 કલાકનો સમય મળશે
વધુમાં તેમને જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રથમ વખત 100 માર્ક્સના પેપર માટે બે કલાકનો સમય આપવામાં આવ્યો છે, જે અત્યાર સુધી એક કલાકનો આપવામાં આવતો હતો. માટે આ વર્ષે પેપર ખુબ હાર્ડ હશે તેવું માની શકાય છે. વિદ્યાર્થીઓએ મોટા ભાગે મેથ્સ, રિઝનિંગ, બંધારણ, IPC અને CRPC ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરી તૈયારી કરવી જરૂરી છે. કોમ્પિટિશન ખૂબ મોટી હોવાથી આ વર્ષે પેપરમાં ડિફિકલ્ટી લેવલ હાઈ જોવા મળશે, જેથી વિદ્યર્થિઓએ આ ચાર વિષય પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરી તૈયારી કરવી પડશે અને ઊંડાણ પૂર્વક તૈયારી કરવી પડશે. કોઈ પણ વિષયને ઓપ્શનમાં કાઢી નહીં શકાય જેની નોંધ વિદ્યાર્થીઓએ અચૂક લેવી.

ઉમેદવારોનું ગણિત અને રિઝનિંગ પર ખાસ ફોકસ
ગ્રેજ્યુએશન કરી બાદમાં છેલ્લા એક વર્ષથી PSIની પરીક્ષા માટે તૈયારી કરતા વર્ષા જોશીએ જણાવ્યું હતું કે, ફિઝિકલ સાથે અન્ય વિષયોની તૈયારીઓ છેલ્લા એક વર્ષથી કરવામાં આવી રહી છે. જેના માટે કોચિંગ ક્લાસ શરૂ કર્યા છે. ગણિત અને રિઝનિંગ વિષય મુશ્કેલ લાગે છે, જેની પ્રેક્ટિસ વધુ કરવી પડી રહી છે. જ્યારે બીજા વિદ્યાર્થી કે જે પણ ગ્રેજ્યુએશન કરી બાદમાં PSI પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેવા કિશન રાઠોડએ જણાવ્યું હતું કે, તેઓ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે આ વર્ષે ફિઝિકલ એક્ઝામ પ્રથમ લેવાની હોવાથી તેઓ સવાર-સાંજ બે વખત દિવસમાં દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. કોમ્પિટિશન ખુબ મોટી હોવાથી તેઓ મુખ્ય ફોકસ ગણિત અને રિઝનિંગ પર રાખી રહ્યા છે.

ફિઝિકલ પરીક્ષા પહેલા લેવાની હોવાથી સવાર-સાંજ બે વખત દોડની પ્રેક્ટિસ
ફિઝિકલ પરીક્ષા પહેલા લેવાની હોવાથી સવાર-સાંજ બે વખત દોડની પ્રેક્ટિસ

પરીક્ષામાં સફળતા માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું

  • કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવા માટે આ વર્ષે સૌપ્રથમ ફિઝિકલ ટેસ્ટ પાસ કરવી ફરજીયાત છે માટે દોડની પ્રેક્ટિસ રોજ સવારે અને સાંજના સમયે કરવી જોઈએ.
  • કાયદો, બંધારણ, ગણિત, રિઝનિંગ, કરંટ ટોપિક, ઇતિહાસ, ભૂગોળના વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું.
  • PSIની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ ઉપરોક્ત તમામ વિષય ઉપરાંત ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર, વેકેબ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
  • તમામ વિષયનું વીકલી રીવીઝન અને પાછલા પ્રશ્નપત્રોનો અભ્યાસ કરવો જોઈએ.
  • આ વર્ષે પેપર અઘરું રહેવાની પુરી શક્યતા ધ્યાને રાખી તમામ વિષયોનો અભ્યાસ કરવો જોઈએ.
  • એક પણ વિષય ઓપ્શનમાં કાઢી શકાશે નહીં.
  • ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓએ ગણિત અને રિઝનિંગમાં પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
  • એન્જીનિયરીંગ અને પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓનું ગણિત અને રિઝનિંગ સારું હોવાથી તેઓનું મુખ્ય ફોક્સ બંધારણ અને IPC તેમજ CRPC પર હોવું જોઈએ.

છેલ્લા દિવસ સુધીમાં 9.46 લાખ અરજીઓ કન્ફર્મ થઈ
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની કુલ 10,459 જગ્યા માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે રાત્રે એટલે કે 9 નવેમ્બર 2021ની રાત્રિના 12 વાગ્યા સુધી ફોર્મ સ્વીકરવામાં આવ્યા હતા. જેમાં કુલ 9.46 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જે તમામની આગામી ડિસેમ્બર મહિનામાં પ્રથમ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને બાદમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, જેને લઇ ખૂબ મોટા પ્રમાણમાં કોમ્પિટિશન સામે આવતા વિદ્યાર્થીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે.

કુલ 10,459 જગ્યાઓ પર ભરતી
ઉલ્લેખનીય છે કે, જે ઉમેદવારોએ અગાઉ જાહેર થયેલી PSIની ભરતીનું ફોર્મ ભર્યું હોય અને LRD માટે અરજી કરવા માગતા હોય તો અલગથી અરજી કરી શકશે. PSI અને LRD બંનેનો ફિઝિકલ ટેસ્ટ એકસાથે લેવામાં આવશે. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રખાઇ છે.

શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારે ધોરણ 12 અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ. ઉપરાંત કમ્પ્યુટરનું બેઝિક નોલેજનું સરકાર માન્ય સર્ટિફિકેટ અથવા ધો.10 કે ધો.12માં કોમ્પ્યુટર વિષય હોવો જોઈએ.

વય મર્યાદા:
જનરલ કેટેગરીના ઉમેદવારની ઉંમર 18થી 34 વર્ષ, એસ.સી, એસ.ટી, OBC, EWSના ઉમેદવારો અને મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે.