તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Preparation Of Members For District Panchayat Elections, Change Of Party, Rotation And Lobbying For Which Seat To Give To Whom

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠકોનો દૌર:જિલ્લા પંચાયતની ચૂંટણી માટે સભ્યોની તૈયારી, પક્ષપલ્ટા, રોટેશનને કારણે કઇ સીટ કોને આપવી તેના માટે લોબિંગ શરૂ

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બંને પક્ષના સભ્યોમાં અમુકે ચૂંટણીમાંથી હાથ ખેંચ્યો, નવા ચહેરાની શક્યતા

રાજકોટ સહિત સમગ્ર રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતની મુદ્દત ડિસેમ્બરમાં પૂરી થાય છે તે પહેલા ચૂંટણી થવાની હતી જો કે તે મોડી થઈ છે. હાલ નિર્ણય લેવાયો નથી પણ જિલ્લા પંચાયતના સભ્યોએ એક મહિના પહેલાથી જ ચૂંટણી માટે તૈયાર થઈ ગયા હતા. રાજકોટ જિલ્લા પંચાયતમાં ઘણા જૂથ છે, કોંગ્રેસમાંથી ચૂંટાયેલા, નારાજ થયેલા, ભાજપમાં ભળેલા, ભાજપમાંથી નારાજ થઈ ફરી કોંગ્રેસમાં આવેલા તેમજ એવા અમુક સભ્યો છે જેને કોઇ જૂથમાં પણ જવું નથી. છેક સુધી ભાજપ કોંગ્રેસ વચ્ચે સત્તા માટે ખેંચાખેંચ ચાલી હતી પણ મુદ્દત પૂરી થવાના 7 મહિના પહેલા બધુ શાંત થઈ ગયું હતું અને રીપીટ થવા ટિકિટ લેવા મથામણો શરૂ થઈ હતી તેવામાં જ રોટેશન આવતા ઘણા આયોજન ફેરવાઈ ગયા છે.

અનામત, બિનઅનામત, સ્ત્રી અનામત, એસસી, ઓબીસી સહિતના અનામતના રોટેશન આવતા સભ્યોએ અંદરોઅંદર સીટની વહેંચણી કરવા લાગ્યા છે. અમુક સભ્યોએ ચૂંટણી ન લડવા મન બનાવ્યુ છે તો અમુક સભ્યો એકબીજાના મત વિસ્તારમા રોટેશન મુજબ ગોઠવાઈ રહ્યા છે. સીટ મેળવવામાં લોબિંગ ચાલી રહી છે. જે લોકો પક્ષપલ્ટો કર્યો છે અને ભાજપમાં ભળ્યા છે તેઓ તેમજ કોંગ્રેસમાં બાકી રહેલા સભ્યોમાંથી કોણ રિપિટ થાય છે અને ક્યા નવા ચહેરા આવે છે તેની રાહ જોવાઈ રહી છે પણ જ્યાં સુધી ચૂંટણી જાહેર નહિ થાય ત્યાં સુધી બેઠકોની વહેંચણીને લઈને એક શબ્દ પણ ઉચ્ચારવામાં આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો