તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વેક્સિન ડ્રાઇ રન માટે રાજકોટની પસંદગી થઈ છે, ત્યારે રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પુરજોશમાં તૈયારી ચાલી રહી છે. શહેરમાં સ્ટર્લિંગ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, શેઠ હાઈસ્કૂલ, શાળા નંબર 32 અને શ્યામનગર અર્બન હેલ્થસેન્ટરમાં આવતીકાલે મંગળવારે કોરોના વેક્સિન ડ્રાઇ રન યોજાશે. એ માટે આજે તમામ હેલ્થવર્કર્સને ટ્રનિંગ આપવામાં આવી હતી. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડે જણાવ્યું હતું કે વેક્સિનેશન કર્યા બાદ લાભાર્થીને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે.
રાજકોટમાં પાંચ જગ્યાએ વેક્સિન ડ્રાઇ રન કરવામાં આવશેઃ નાયબ આરોગ્ય અધિકારી
રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડે જણાવ્યું હતું કે ભારત સરકારની ગાઈડલાઈન્સ મુજબ દેશમાં 4 રાજ્યની પસંદગી કરાઈ છે. એમાં ગુજરાતની પણ પસંદગી કરાઈ છે અને રાજકોટનો પણ સમાવેશ થાય છે. કોરોના વેક્સિન ડ્રાઇ રનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે શ્યામનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે તૈયારી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં આવી પાંચ જગ્યાએ ડ્રાઇ રન કાલે થશે. આજે સ્ટાફને એની ટ્રેનિંગ આપવામાં આવી છે, સાથોસાથ સાધનસામગ્રીની પણ તૈયારી કરાઈ છે. આવતીકાલે કોરોના વેક્સિન ડ્રાઇ રનનું અમલીકરણ કરાશે.
વેક્સિનેશનમાં કેટલો સમય લાગશે એ આવતીકાલે ખબર પડશેઃ પી.પી. રાઠોડ
પી.પી. રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ લાભાર્થીને મેસેજથી જાણ કરાશે. બાદમાં વેઇટિંગ રૂમમાં તેનું ફોટો-આઇડી અને એપમાં ચકાસણી થશે. ત્યાર બાદ તેને વેક્સિનેશન રૂમમાં તેનું વેક્સિનેશન કરવામાં આવશે. બાદમાં ઓબ્ઝર્વેશન રૂમમાં તેને 30 મિનિટ સુધી રાખવામાં આવશે, આથી આ સમયગાળામાં તેને કોઈ તકલીફ થાય તો જાણી શકાય. આ કામગીરીમાં અમારો 250 જેટલો સ્ટાફ કામે લાગ્યો છે. વેક્સિનેશનમાં કેટલો સમય લાગશે એ આવતીકાલે જ ખબર પડશે અને એમાં શું શું સુધારા કરી શકાય એ જાણી શકાશે.
રસીના લોજિસ્ટિક અને કોલ્ડચેઇન માટે પણ કેટલાક ફેરફાર કરવામાં આવશે
કોરોનાની વેક્સિન આવે એ પહેલાં વેક્સિનેશનના પ્રોટોકોલ યોગ્ય છે કે નહિ એ જાણવા માટે ડ્રાઇ રન અને મોકડ્રિલ કરવા માટે રાજકોટની પસંદગી કરાઈ છે. મંગળવારે જિલ્લા આરોગ્ય વિભાગની મોકડ્રિલ ગોંડલ, જ્યારે શહેરમાં મનપા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં કરાશે. આ માટે આજથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વેક્સિનેશન બૂથ તૈયાર કરાશે તેમજ સ્ટાફને ત્યાં ડ્યૂટી ફાળવીને તહેનાત કરાશે અને સ્થળથી વાકેફ કરી દેવાશે. રસીના લોજિસ્ટિક અને કોલ્ડચેઈન માટે પણ કેટલાક ફેરફાર કરવામાં આવશે.
મંગળવારે સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ડ્રાઇ રન થશે
આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓને વેક્સિનેશન માટે ડમી મેસેજ મોકલવામાં આવશે અને કો-વિન સોફ્ટવેરમાં ડ્રાઇ રન માટે જે અલગથી ઓપ્શન બનાવ્યો છે તેમાં એન્ટ્રી પણ થઈ જશે. અધિકારીઓ સ્થળ ચકાસણી પણ કરશે. મંગળવારે સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ડ્રાઇ રન થશે. વેક્સિન આવ્યા બાદ વોર્ડવાઈઝ લોકોને ઝડપથી આપી શકાય અને રસી આપવાની કામગીરી વહેલી પૂરી થાય એ માટે કવાયત કરવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.