તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી પહેલા પાળ:રાજકોટમાં ત્રીજી લહેરમાં સૌથી વધુ ખતરો મંડરાય રહ્યો છે તેવી સગર્ભાઓનું આજથી વેક્સિનેશન, જિલ્લામાં 20 હજાર પ્રેગનન્ટ મહિલાને રસી અપાશે

રાજકોટ11 દિવસ પહેલા
આજથી સગર્ભાઓનું વેક્સિનેશન શરૂ.
  • ગ્રામ્ય વિસ્તારમાં સગર્ભાઓને આપણે મોટિવેટ કરી રહ્યાં છીએઃ જિલ્લા વિકાસ અધિકારી

કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર ઝડપથી આવી રહી હોવાનાં સંકેતો વચ્ચે ભારત સરકારે જેના પર હવે સૌથી વધુ ખતરો મંડરાય રહ્યો છે તેવી સગર્ભાઓને પણ વેક્સિન આપી શકાશે તેવો નિર્ણય લીધો છે. આ અંગેની જાણકારી પોર્ટલ પર આપી દેવામાં આવી છે. આથી આજે રાજકોટના તમામ કેન્દ્રો પર સગર્ભાઓનું પણ વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. સગર્ભાઓ પણ વેક્સિનેશન કેન્દ્રો પર ઉમટી પડી છે અને વેક્સિન અપાવી રહી છે. રાજકોટ જિલ્લામાં 20 હજાર સગર્ભાને વેક્સિન આપવામાં આવશે.

રાજકોટમાં દર વર્ષે 28 હજાર સગર્ભાઓ નોંધાઇ છે
વેક્સિનેશન કેન્દ્રો પર સગર્ભાઓએ લાઈન ઉભું રહેવું ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. વેક્સિન આપ્યા બાદ આશા વર્કર બહેનો દ્વારા બે દિવસ સુધી સગર્ભાની તપાસ કરવામાં આવશે. આજથી શહેરના અલગ અલગ આરોગ્ય કેન્દ્ર પર વેક્શિનેશન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 56 સગર્ભાએ વેક્સિન લીધી છે. રાજકોટમાં દર વર્ષે 28 હજાર સગર્ભાઓ નોંધાય છે. આ નિર્ણયનાં પગલે રાજકોટ જિલ્લામાં આજથી સગર્ભાને રસીકરણની શરૂઆત કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં સગર્ભાઓનું વેક્સિનેશન.
રાજકોટ જિલ્લામાં સગર્ભાઓનું વેક્સિનેશન.

11 તાલુકામાં આશરે 20 હજાર જેટલી સગર્ભા
રાજકોટ જિલ્લાનાં 11 તાલુકામાં આશરે 20 હજાર જેટલી સગર્ભા છે તેમને વેક્સિન આપવાનો પ્લાન કરવામાં આવ્યો છે. ગ્રામિણ વિસ્તારની સગર્ભાઓને પણ કોરોના સામે સુરક્ષા કવચ મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છ મહિના પહેલા રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી ત્યારથી સગર્ભાઓને રસી આપવા સામે રોક હતી. દરમિયાન કેટલાક સંશોધનો બાદ હવે ભારત સરકારે આ નિર્ણય કર્યો છે.

રાજકોટના તમામ વેક્સિનેશન સેન્ટર પર લાંબી લાઇન.
રાજકોટના તમામ વેક્સિનેશન સેન્ટર પર લાંબી લાઇન.

દેવ ચૌધરી, જીલ્લા વિકાસ અધિકારી, રાજકોટ
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં સગર્ભાઓને આપણે મોટિવેટ કરી રહ્યાં છીએ. આજે ગોંડલ, જસદણ અને વીંછિયામાં ત્રણ જગ્યાએ સગર્ભાઓ માટે વેક્સિનેશન કેમ્પ ચાલુ થયો છે. જેમાં સગર્ભાઓમાં વેક્સિન લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...