તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલાહ:ડોક્ટર અમી મહેતા કહે છે કે, ‘સગર્ભા મહિલાઓને જો કોવિડ હોય તો હાલતા-ચાલતા રહેવું; હકારાત્મક અભિગમ સાથે પૌષ્ટિક આહાર, ફળનું સેવન વધારવું’

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોવિડ સંક્રમણ માત્ર પુખ્તવય અથવા બાળકો કે પછી વયોવૃદ્ધ લોકોને નહિ, સગર્ભા મહિલાઓને પણ ઘણી અસર પહોંચાડે છે. આ તકે રાજકોટમાં છેલ્લા 3 દસકાથી ગાયનેક પ્રેક્ટિસ કરતા ડો. અમી મહેતાએ જણાવ્યું હતું કે, જે કોવિડ સંક્રમિત લોકો સગર્ભા મહિલાઓના સંપર્કમાં આવે તો તેને પણ સંક્રમણ લાગી શકે છે. જેથી આ સમયગાળા દરમિયાન બહેનોએ બહાર ન નીકળવું જોઈએ અને જે પ્રતિ માસ રૂટિન ચેકઅપ માટે આવતી હોય તે મહિલાઓએ પણ ટેલિફોનિક કન્સલ્ટ કરવું જોઈએ. અને ઘરમાં પણ માસ્ક પહેરી, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. અત્યાર સુધીમાં આશરે 40 ટકા સગર્ભા મહિલાઓને કોવિડ થયો છે, જે મહિલાઓએ તકેદારીમાં ચૂક રાખી હોય. આ સમયગાળા દરમિયાન પ્રેગ્નન્ટ મહિલાઓએ ઘરની બહાર જરૂરિયાત વગર ન નીકળવું જોઈએ.

વધુમાં તેઓએ કહ્યું હતું કે, જો પ્રૅગ્નન્ટ મહિલાઓ પોઝિટિવ આવે તો, તે સૌ પ્રથમ હોમ આઈસોલેટ થઇ જવું જોઈએ અને પ્રેગ્નન્સીની દવાઓ પણ ચાલુ રાખવી જોઈએ. ઘણી મહિલાઓ એવું પણ માનતી હોય છે કે, જો તે પોઝિટિવ આવે તો તેઓએ સંપૂર્ણ બેડ રેસ્ટ કરવો જોઈએ, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, આ સમયમાં મહિલાઓએ સતત હલન-ચલન કરવું જોઈએ જેથી લોહીના ગઠા ન જામે. આ સમયમાં સગર્ભા મહિલાઓએ પૌષ્ટિક આહારની સાથે ફ્રૂટનું પણ સેવન કરવું જોઈએ. કારણ કે, આ સમયમાં મહિલાઓને ખોરાક પણ ભાવતા ન હોય ત્યારે કઠોળનું સેવન નિયમિત રીતે કરવું જોઈએ અને હકારાત્મક અભિગમ દાખવવો જોઈએ. જો આ તમામ તકેદારી રાખવામાં આવે તો સગર્ભા માત્ર 5 દિવસમાં સાજા થઇ જશે.

તબીબને કન્સલ્ટ કરવા પૂર્વે પ્રેગ્નન્ટ મહિલાઓએ સીઆરપી, કિડની અને લીવર ફંક્શન અંગેની માહિતી આપવી જોઈએ. પહેલા એવી પણ વાત સામે આવતી હતી કે, કોવિડ મહિલાઓના ગર્ભમાં રહેલા બાળકને કોવિડ થતો નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી એ વાત સામે આવી છે કે, ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ ઓછો થાય છે અને ઘણી ખરી વખત પાણી પણ ઓછું હોય છે. ત્યારે અત્યારે મહત્તમ મહિલાઓએ ટેલિફોનિક તબીબ સાથે વાતચીત કરવી જોઈએ અને સારવાર મેળવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...