તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ નું કેન્દ્ર:પ્રવીણકાકાનું નિવાસ સ્થાન બનશે શિક્ષણ માટેનું કેન્દ્ર

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આર.એસ.એસમાં જોડાઇ આજીવન લોક સેવા કરનાર અને શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી ભાવિ પેઢીને રોજગાર આપવામાં સહાયરૂપ બનનાર સ્વ. પ્રવીણભાઇ (કાકા) મણીયારની સ્મૃતિમાં તેમના પત્ની પ્રમીલાબેન, પુત્ર અપૂર્વભાઇ મણીયાર, પુત્રી ભાવનાબેને પ્રવીણકાકાકના નિવાસસ્થાનને શિક્ષણ સેવા અર્થ દાનમાં આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. 14-પંચનાથ પ્લોટ સ્થિત, સુર પ્રભાવ નિવાસ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે આગામી સમયમાં કેન્દ્ર બનશે. એક કરોડ 25 લાખની કિંમતનું આ મકાન દાનમાં આપવામાં આવશે.

તેમના પુત્ર અપૂર્વભાઇના જણાવ્યું હતું કે, પ્રવીણકાકાએ આરચણમા ‘મે નહીં તુ, સ્વયમ નહી સર્વ’ના મંત્ર સાથે જીવન જીવ્યું અને પરીવાર અને સામાજિક જીવનમાં લોકોને તેના પર ચાલવા માટે અપીલ કરી હતી. એન્જિનિયરીંગ અને આર્કિટેકચરની કોલેજ સ્થાપી નવયુવાનો તૈયાર કરવાનો શ્રેય તેમના શીરે જાય છે.સ્વ. પ્રવીણકાકાના આદર્શ, તેમના બતાવેલા માર્ગે ચાલી મણીયાર પરિવારે સવા કરોડના નિવાસસ્થાનને શિક્ષણનું કેન્દ્ર બનાવવાનો નિર્ણય લીધો હતો. મણીયાર પરિવારના આ નિર્ણયને સર્વે મિત્ર, સગા, સંબંધીઓએ આવકારી મણીયારની પરિવારને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો