ફોરમનો સિમાચિહ્નરૂપ ચુકાદો:રોજ 20 સિગારેટ પીતા પ્રૌઢને સિગારેટથી જ કેન્સર થયું તે સાબિત નથી થતું

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલિસીધારકને 30 દી’માં છ ટકાના વ્યાજ સાથે ક્લેમની રકમ ચૂકવવા ફોરમનો હુકમ

વીમાકંપનીઓ ખોટું અર્થઘટન કરી પોલિસીધારકોના ક્લેમ નામંજૂર કરી પરેશાન કરતા હોવાના વધુ એક બનાવની જાગનાથ પ્લોટમાં રહેતા મધુકરભાઇ શિવલાલભાઇ વોરાએ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ નોંધાવી છે. 20 વર્ષથી મેડિક્લેમ પોલિસી ધરાવતા મધુકરભાઇ વોરાએ એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજા મારફત નોંધાવેલી ફરિયાદ મુજબ, 2018માં લંગ્સમાં તકલીફ થતા અમદાવાદ તેમજ રાજકોટમાં સારવાર કરાવી હતી. જેનો ખર્ચ 6,53,863નો થયો હતો.

જ્યારે તેમની મેડિક્લેમ પોલિસી છ લાખની હોય સારવાર બાદ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં તમામ બિલો સહિતના દસ્તાવેજો રજૂ કરી ક્લેમ રજૂ કર્યો હતો. ત્યારે વીમાકંપનીએ મધુકરભાઇ વોરા છેલ્લા 40 વર્ષથી રોજ 20 જેટલી સિગારેટ પીતા હોવાનું અને ક્રોનિક સ્મોકર હોવાનું જણાવી પોલિસીની શરત નંબર ઇન્ટોક્ષીકેટિંગ સબસ્ટેન્શ મુજબ ક્લેમ મળવા પાત્ર નથી. તેમજ સિગારેટ પીતા હોવાને કારણે કેન્સર થયું હોવાનું જણાવી ક્લેમ નામંજૂર કર્યો હતો. જેથી નારાજ મધુકરભાઇ વોરાએ એડવોકેટે જાડેજા મારફત ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી.

જે ફરિયાદ પ્રમુખ જજ કે.એમ.દવે સમક્ષ ચાલતા એડવોકેટ જાડેજાએ તર્કબદ્ધ દલીલ કરતા જણાવ્યું કે, મધુકરભાઇને કેન્સર સ્મોકિંગના કારણે થયું છે તેના કોઇ પુરાવા વીમાકંપનીએ રજૂ રાખ્યા ન હોય તે સાબિત થતું નથી. પોલિસીની શરત મુજબ, ડ્રગ્સ કે આલ્કોહોલ દ્રવ્યના બંધાણી હોય તેવું પણ વીમાકંપની પુરવાર કરી શક્યા નથી કે પુરાવાઓ રજૂ કર્યા નથી.તેમજ સિગારેટમાં તમાકુનું પ્રમાણ હોય છે. પરંતુ તે માદક દ્રવ્ય છે તે પુરવાર થતું ન હોવાની રજૂઆત કરી હતી. બંને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ કમિશને ઇન્ટોક્ષીકેટિંગ સબસ્ટેન્શમાં આલ્કોહોલિક ડ્રીંક તથા ડ્રગ્સ પદાર્થોનો સમાવેશ થાય છે.

આનું સેવન કરવાથી માનવીની માનસિક સ્થિતિ અસંતુલિત થાય છે, પરંતુ સિગારેટમાં ઇન્ટોક્ષીકેટિંગ સબસ્ટેન્શમાં થતો હોય તેવો એક પણ સ્વતંત્ર પુરાવો વીમાકંપની રજૂ કરી શકી નથી.તેમજ સિગારેટ પીવાથી જ મધુકરભાઇને રોગ થયો હોય તેવું પણ વીમાકંપની સાબિત કરી શકી નથી. જેથી ખોટુંઅર્થઘટન કરનાર વીમાકંપનીએ ક્લેમ ગેરકાયદેસર રીતે નામંજૂર કર્યો હોવાથી પોલિસીધારકને ક્લેમની રકમ વાર્ષિક છ ટકા વ્યાજ તેમજ ખર્ચના રૂ.5 હજાર આગામી 30 દિવસમાં ચૂકવી આપવા હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...