તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મનપાની ચૂંટણીને હવે ગણ્યા તેટલા જ દિવસો બાકી છે, ત્યારે ભાસ્કરની વોર્ડ યાત્રા 11માં લોકોએ અપેક્ષા દાખવતા કહ્યું હતું કે, લોકચાહના અને વ્યવહારિક જ્ઞાન ધરાવતા હોય તેવા કોર્પોરેટર હોવા જોઈએ.જો આ શક્ય થાય તોજ વોર્ડ અને વિસ્તારનો વિકાસ શક્ય બની શકે. નગરસેવક પ્રજાના પ્રશ્નો નિવારી શકે અને પ્રજા સંકોચ વગર વાત કહી શકે તેવા કોર્પોરેટરની જરૂર છે.
હાલ માત્ર વિસ્તારમાં 10 મિનિટ જ પાણી આવે છે અને તેનો સમય વધારવો જોઈએ જેથી લોકોને સવલત મળી રહે. લોકોના મત મુજબ જે કોઈ કોર્પોરેટર ચૂંટણી સમયે વિસ્તારમાં આવતો હોય તે કેવી રીતે લોકોનો વિશ્વાસ જીતી શકે ? વોર્ડ નં. 11માં આવતી ગિરનાર સોસાયટી, પ્રજાપતિ સોસાયટી, મારુતિપાર્ક, પ્રિયદર્શન, ધરમનગર, ભક્તિધામના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, પાણી અને ગંદકીનો પ્રશ્ન ખૂબ જ સતાવી રહ્યો છે. આ અંગે અનેક રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી.
લુખ્ખાગીરીનું નિરાકરણ આવવું જોઈએ
વોર્ડ નં. 11માં લુખ્ખાઓનો ત્રાસ સૌથી વધુ છે, અને તે અંગે ઘણી ખરી વખત રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. ત્યારે નવી ચૂંટાઈને આવતી પેનલ પછી તે કોઈ પણ પક્ષની હોય તેમની પાસે એટલી જ અપેક્ષા છે કે, તેઓ આ પ્રશ્નોનું નિરાકરણ ઝડપી લાવે. રહેવાસીઓના જણાવ્યા મુજબ શાળાથી છૂટ્યા બાદ જે યુવતીઓ ઘરે જતી હોય છે, તે સમયે લુખ્ખાઓ તેમને હેરાન પરેશાન કરે છે અને તેમની છેડતી પણ કરે છે.
ફર્સ્ટ ટાઇમ વોટર્સ મતદાન દેવા ઉત્સુક
વોર્ડ નં. 11માં મતદાનને લઇ નીરસતા જોવા મળી છે તો બીજી તરફ ફર્સ્ટ ટાઇમ વોટર્સ પણ ઘણા ખરા છે જેઓ મતદાન કરવા ખૂબજ ઉત્સુક છે. લત્તાવાસીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે કોઈ પણ પક્ષ આવે તેનાથી કોઈ જ નિસ્બત નથી પણ જે આવે તે પ્રજાનો ભરોસો જીતે અને પડતર કાર્યો વહેલાસર પૂરા કરે. તેઓના જણાવ્યા મુજબ હાલ ચૂંટણી પૂર્વે તમામ પક્ષ વિસ્તારની મુલાકાતે આવી ખોટા વાયદાઓ કરીને ચાલ્યા જાય છે, જાણે તું કોણ અને હું કોણ ? તે આ વખતે ન થાય એજ અપેક્ષા રાખવામાં આવી છે.
આ છે લોકોની અપેક્ષા
નગરસેવક કામ કરવાની લેખિત બાંહેધરી આપે તોજ મતદાન કરીશું.
પ્રજા અને નેતાએ એક સાથે સંપર્કમાં રહેવું જોઈએ.
વોર્ડ નં. 11ના મતદારો | |
પુરુષ મતદાર | 37909 |
મહિલા મતદાર | 34961 |
થર્ડ જેન્ડર | 2 |
કુલ મતદાર | 72872 |
કુલ બૂથ | 69 |
ગત મનપાની ચૂંટણીમાં વોર્ડ નં.11માં તમામ બેઠક કોંગ્રેસે જીતી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.