રાજકોટ કોંગ્રેસમાં છેલ્લા 2 મહિનાથી પાટીદારો સાથે અન્યાય થતો હોય તેવી વાત સામે આવી હતી. જેની અસર આજની કારોબારી બેઠકમાં વર્તાઈ રહી છે. શહેરના હેમુગઢવી હોલ ખાતે મળેલી બેઠકમાં 90થી વધુ પાટીદારો ગેરહાજર રહ્યા છે. પાટીદારોની એક જ માંગ છે કે તેમને પક્ષમાં પ્રભુત્વ આપવામાં આવે, આ મુદ્દે અગાઉ પણ પાટીદારો પ્રદેશ કક્ષાએ રજુઆત કરી ચૂક્યા છે. છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે પાટીદારો ગેરહાજર રહ્યા હતા. જેમાં ક્યાંકને ક્યાંક હાર્દિકે આપેલ રાજીનામું પણ કારણભૂત હોવાની ચર્ચા થઈ રહી છે.
પોસ્ટરમાંથી પણ બાદબાકી કર્યાનો આક્ષેપ
કોંગ્રેસની પાટીદાર વિરોધી નીતિ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં તાજેતરમાં કરવામાં આવેલ પ્રમુખ હોદેદારોની નિમણુંકમાં પાટીદારોની અવગણના કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આજે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં ઠેર ઠેર બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા પણ તેમાં કોઈ પાટીદાર નેતાને સ્થાન આપવામાં નથી આવ્યું.
મિતુલ દોંગાએ આંદોલન કરવાની ચીમકી પણ આપી
2 મહિના પૂર્વે પ્રદેશ કોંગ્રેસે રાજકોટમાં શહેર પ્રમુખ તરીકે આર્કિટેક્ટ અને હાલ પ્રમુખ પ્રદિપ ત્રિવેદીની અને જિલ્લામાં અર્જૂન ખાટરિયાની નિયુક્તિ કરાઈ કરી હતી. એ સમયે પણ રાજકોટ શહેર જિલ્લામાં પાટીદારને પ્રમુખ પદ નહી સોંપાતા પાટીદારોમાં રોષની લાગણી છવાઇ હતી. અને કોંગ્રેસ અગ્રણી તથા પાટીદાર આગેવાન મિતુલ દોંગાએ તો પક્ષમાંથી રાજીનામુ આપીને આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી
આ આગેવાનો ગેરહાજર રહ્યા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.