તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્નોલોજી:પીપીઈ કિટ હવે એરપ્રૂફ બનશે, રાજકોટની કંપનીએ મશીન બનાવ્યું, એક મિનિટમાં એક કિટ સીમ સીલિંગ થશે

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પીપીઈ કિટ અને સીમ સીલીંગ મશીન. - Divya Bhaskar
પીપીઈ કિટ અને સીમ સીલીંગ મશીન.
 • ચાઈના અને કોરિયા કરતાં અડધી જ કિંમતે મશીન બનાવ્યું

આખા દેશમાં હોટ એર સીમ સીલિંગ મશીનની અછત છે. આ મશીન માટે ભારત દેશે ચાઈના અને કોરિયા પર આધારિત રહેવું પડતું હતું. ત્યારે રાજકોટની મેક પાવર સીએનસી નામની કંપનીએ હોટ એર સીમ સીલિંગ મશીન બનાવ્યું છે. જે ચાઈના અને કોરિયામાં બનતા મશીન કરતા અડધી જ કિંમતે બનાવી નાખ્યું છે. બીજા દેશમાં બનતા મશીનની કિંમત 8 લાખ છે. જ્યારે રાજકોટની કંપનીએ બનાવેલા મશીનની કિંમત 4 લાખ છે. આ મશીનની મદદથી એક મિનિટમાં એક પીપીઈ કિટ સીમ સીલ થઈ જશે. આ મશીનની મદદથી  પીપીઈ કિટ સીમ સીલ થયા પછી તે સંપૂર્ણ પણે એરપ્રૂફ બનશે. આ મશીન બનાવવા માટે ઈન્ડિયન મેડિકલ એસો.નો સહયોગ મળ્યો છે. તેમ મેક પાવર સીએનસી મશીન કંપનીના સીએમડી રૂપેશ શાહે જણાવ્યું હતું. પીપીઈ કિટ પર સીલ લાગવાથી હવે સંપૂર્ણ પણે તે સુરક્ષિત હોવાનું આઈએમએના સેક્રેટરી ડો. તેજસ કરમટાઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો