રાજકોટ શહેરમાં ભારે વરસાદની ગેરહાજરી બાદ પણ ખાડા બુરાયા નથી અને દરરોજ કામ ચાલતું હોવાનું તંત્ર જાહેર કરે છે. રવિવારે એક જ દિવસમાં મનપાએ 35 રોડ સરખા કર્યા હતા. શહેરના ઈસ્ટ ઝોનમાં 20 અને વેસ્ટ ઝોનમાં 15 રોડ રિપેર થયા છે. શહેરનો સૌથી અસરગ્રસ્ત વિસ્તાર વોર્ડ નં.18 છે તેમાં પણ ખાસ કરીને કોઠારિયા ગામનો વિસ્તાર ખાડાઓથી ત્રસ્ત બની ગયો છે.
આ વિસ્તારમાં ખાડા બૂરવા માટે ઈસ્ટ ઝોનના અન્ય 5 વોર્ડની ટીમ લગાવી દેવાઈ છે આમ છતાં કામ પૂરું કરી શકાતું નથી કારણ કે સતત બેદરકારી અને ગેરરીતિઓને કારણે વોર્ડ નં. 18માં રોડના કામ ખૂબ જ નબળા થયા હોવાથી તૂટી ગયા છે.
આ ઉપરાંત ગોંડલ ચોકડીએ બ્રિજ બનતો હોવાથી ભારે વાહનોનું ડાયવર્ઝન પણ માલધારી ફાટકથી વોર્ડ નં. 18 થઈને ફરી હાઈવે સુધી હોવાથી આ ટ્રાફિકને કારણે રિપેરિંગ શક્ય થતું નથી તેથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. મનપાના ચોપડે નોંધાયા મુજબ સેન્ટ્રલ ઝોનના એકપણ વિસ્તારમાં રોડ રિપેર કરવાની જરૂર પડી નથી પણ અમુક વિસ્તારોમાં પેચવર્ક કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.