વિરોધ:રાજકોટ મનપા કચેરીમાં ડો.આંબેડકરનું તૈલ ચિત્ર મુકવા માગ, કોંગી કોર્પોરેટર અને દલિત આગેવાનોનું ઉપવાસ આંદોલન, પોલીસ સાથે ઝપાઝપી, અટકાયત

રાજકોટ3 મહિનો પહેલા
અટકાયત સમયે પોલીસ સાથે ઝપાઝપી.
  • મનપા અને શાસકો બાબા સાહેબના તૈલ ચિત્ર મુકવા અંગે કિન્નાખોરી દાખવી રહ્યાં છેઃ કોંગી કોર્પોરેટર

રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષનેતા અને હાલના વોર્ડ નંબર 15ના કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયા દ્વારા આજ રોજ દલિત સમાજના આગેવાનો સાથે રાખી મનપા કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. જોકે વશરામ સાગઠિયા અને સમાજના આગેવાનો ધરણા કરે તે પૂર્વે જ પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. અટકાયત સમયે આગેવાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. મનપા કચેરીમાં ડો.બાબા સાહેબ આંબેડકરનું તૈલી ચિત્ર મૂકવા માગ કરવામાં આવી હતી.

તૈલ ચિત્ર મુકવા અંગે કિન્નાખોરીઃ વશરામ સાગઠિયા
રાજકોટ મનપા કચેરી ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની તૈલ ચિત્ર મુકવા માગ કરવામાં આવી હતી. જોકે મનપા દ્વારા આ અંગે કોઈ નિર્ણય ન લેવામાં આવતા રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ મનપા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મનપા અને શાસકો બાબા સાહેબના તૈલી ચિત્ર મુકવા અંગે કિન્નાખોરી દાખવી રહ્યાં છે માટે ધરણા યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે આ સમયે ધરણા માટે વશરામ સાગઠિયા, સમાજના આગેવાનો અને કાર્યકર્તા બેસે તે પૂર્વે જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી.

બેનર સાથે મનપા કચેરીમાં સુત્રોચ્ચાર કર્યા.
બેનર સાથે મનપા કચેરીમાં સુત્રોચ્ચાર કર્યા.

મનપા કચેરીમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા
વશરામ સાગઠિયા અને દલિત આગેવાનોએ મનપા કચેરીમાં ડો. બાબા સાહેબ આંબેડકરનું તૈલ ચિત્ર મુકવાની માગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. તમામ ઉપવાસ આંદોલન પર બેસે તે પહેલા જ પોલીસ આવી ગઈ હતી અને તમામની અટકાયત કરી હતી. અટકાયત સમયે પોલીસ અને દલિત આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી.

પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ.
પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ.

2017માં મનપામાં તૈલ ચિત્ર મુકવાનો જનરલ બોર્ડમાં સર્વાનુમતે ઠરાવ કર્યો હતો
રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષો પહેલા ડોક્ટર આંબેડકર ભવન નામકરણ કરવામાં આવ્યું છે, જે અન્વયે ખુદ ભાજપના જ શાસકોએ એપ્રિલ 2017માં મહાપાલિકા ખાતે બાબા સાહેબ આંબેડકરનું તૈલ ચિત્ર મુકવાનો જનરલ બોર્ડમાં સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. આ અંગે કોંગ્રેસે વારંવાર રજૂઆત કરવા છતાં અનુસૂચિત જાતિ સમાજની લાગણીને ભાજપ દ્વારા ધ્યાને નહીં લઈ કામગીરી ચાર વર્ષે પણ નહીં કરાતા આજે પૂર્વ વિપક્ષી નેતા કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા સહિત લોકોમાં મનપા કચેરીએ ધસી ગયા હતા અને ઉપવાસ પર બેસવાનું શરૂ કરતા પોલીસે માથાકૂટ અને ઝપાઝપી વચ્ચે 10 કાર્યકરોની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...