તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જનતા પૂછે છે સવાલ, વાયદાનું શું?:રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના વોર્ડમાં પોસ્ટર વોર, રિક્ષાઓ પાછળ બેનરો લગાવી નેતાઓને સવાલ પૂછ્યા

રાજકોટ15 દિવસ પહેલા
લોકોએ રિક્ષા પાછળ નેતાઓને સવાલો કરતા બેનરો લગાવી વિરોધ દર્શાવ્યો છે.
  • ગત ચૂંટણીમાં આપેલા વાયદોઓનું શું થયું તે અંગે સવાલો પૂછ્યા
  • વિરોધી આવી નેગેટિવિટી ફેલાવી રહ્યાં છે- ભાજપના ઉમેદવાર
  • રૈયાધાર વિસ્તારમાં પણ ચૂંટણીનો વિરોધ જોવા મળ્યો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઠેર ઠેર પૂરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. નેતાઓના પ્રચાર વચ્ચે રાજકોટ શહેરના વોર્ડ નંબર 9માં પોસ્ટર વોર સામે આવ્યો છે. વોર્ડ નંબર 9માં લોકોએ રિક્ષા પાછળ નેતાઓને સવાલો કરતા બેનરો લગાવી વિરોધ દર્શાવ્યો છે.

બેનરો ભાજપના વિરોધીઓએ લગાવ્યાનો આક્ષેપ
શહેરના વોર્ડ નંબર 9 ખાતે રિક્ષા પાછળ બેનરો લગાવી નેતાઓને કેટલાક સવાલો કરવામાં આવ્યા છે. આ બેનરો ભાજપના વિરોધીઓએ લગાવ્યા હોવાનું અનુમાન ભાજપના ઉમેદવારો લગાવી રહ્યા છે. ભાજપ દ્વારા આ વોર્ડમાં છેલ્લા 5 વર્ષમાં 264 કરોડના કામો કરવામાં આવ્યા હોવાનું જનસંપર્ક દરમિયાન લોકોને કહેવામાં આવી રહ્યું છે અને આજ વિકાસ કામોની યાદી લઇ મત માગવા ભાજપના ઉમેદવારો જઇ રહ્યા છે.

લોકોએ રિક્ષા પાછળ નેતાઓને સવાલો કરતા બેનરો લગાવી વિરોધ દર્શાવ્યો છે.
લોકોએ રિક્ષા પાછળ નેતાઓને સવાલો કરતા બેનરો લગાવી વિરોધ દર્શાવ્યો છે.

રિક્ષા પાછળ લાગેલા બેનરમાં શું લખાણ છે
-24 કલાક પાણી આપવાના વચનનું શું થયું?
- ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના બદલે ઘરે ઘરે ઇ-મેમો પહોંચાડ્યા
​​​​​​​- ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરી ચોમાસામાં પાણી નિકાલના વાયદાનું શું થયું?
- શિક્ષણની ફી વધારા સામે વાલીઓ સાથે ઉભા રહેવાની વાતનું શું?
-CCTV કેમેરા લગાવી સુરક્ષાની વાત કરવામાં આવી તેનું શું?​​​​​​​

બેનરો ભાજપના વિરોધીઓએ લગાવ્યાનું અનુમાન ભાજપના ઉમેદવારો લગાવી રહ્યા છે.
બેનરો ભાજપના વિરોધીઓએ લગાવ્યાનું અનુમાન ભાજપના ઉમેદવારો લગાવી રહ્યા છે.

વિરોધી આવી નેગેટિવિટી ફેલાવી રહ્યાં છે- પુષ્કર પટેલ​​​​​​​
ભાજપના ઉમેદવાર પુષ્કર પટેલએ પોસ્ટર વોર અંગે વાત કરતા જણાવ્યું હતું કે, વિરોધી હાર ભાળી ગયા છે. કોઇ મુદ્દા નથી માટે આવી નેગેટિવિટી ફેલાવી રહ્યાં છે. ગત 5 વર્ષમાં આ વોર્ડમાં કુલ 264 કરોડના વિકાસ કામો કર્યા છે. જેમાં આધુનિક લાયબ્રેરી, ઓડિટોરિયમ હોલ, મહિલા સંચાલિત સ્વિમિંગ પુલ સહિતના કામોનો સમાવેશ થાય છે. આ સાથે રાજકોટમાં કુલ 134 બાગ બગીચાઓ પૈકી એક માત્ર વોર્ડ નંબર 9માં 33 બગીચા બનાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.​​​​​​​

પુષ્કર પટેલને રિપીટ કરવામાં આવ્યા છે
ઉલ્લેખનીય છે કે રાજકોટના વોર્ડ નંબર 9માં ગત ટર્મ દરમિયાન ભાજપના શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહિત 4 ઉમેદવારો ચૂંટાયને કોર્પોરેટર બન્યા હતા. જેની સામે આ વર્ષે 4 પૈકી 1 માત્ર પુષ્કર પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. જેઓ ગત ટર્મમાં ચૂંટાઇને મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી નિભાવી હતી.

પ્રાથમિક સુવિધાના અભાવે વિરોધ - સ્થાનિક
પ્રાથમિક સુવિધાના અભાવે વિરોધ - સ્થાનિક

રૈયાધાર વિસ્તારમાં પણ ચૂંટણીનો વિરોધ જોવા મળ્યો હતો.
રૈયાધાર વિસ્તારમાં આવેલ આવાસ યોજનાના 240 ફ્લેટ હોલ્ડરોએ ચૂંટણી બહિષ્કાર કરી વિરોધ દર્શાવતા પોસ્ટર લગાવ્યા છે. આ બહિષ્કારના મુદ્દે વાત કરતા સ્થાનિકે જણાવ્યુ હતું કે,છેલ્લા 3 વર્ષ થી ફ્લેટ ધારકો દ્વારા પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી રહી છે પરંતું અમારી માંગણી સંતોષવામાં ન આવતા આજે પોસ્ટર લગાવી મતદાન બહિષ્કાર કરી વિરોધ નોંધાવી રહ્યા છીએ, અમને પૂરતી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નથી આવતી માટે અમે તમામ ફ્લેટ હોલ્ડરો મતદાન નહીં કરી આ ચૂંટણીનો વિરોધ કરીએ છીએ. '

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો