તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનની દહેશત:રાજકોટ-ધોરાજીમાં સંભવિત લોકડાઉનનો ડર, રાત્રે પાન-બીડીની દુકાને લોકોની લાંબી લાઇન લાગી, 15 રૂપિયાના માવાના સીધા રૂ.22

રાજકોટ5 દિવસ પહેલા
ધોરાજીમાં પાન-બીડીની હોલસેલની દુકાને લોકોની લાંબી લાઇન લાગી હતી.
  • ગુજરાત હાઇકોર્ટે સરકારને આંશિક લોકડાઉનનો નિર્દેશ કરતા ગઇકાલે લોકો ખરીદી કરવા ઉમટ્યા હતા

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરે સૌ કોઇને ચિંતામાં નાખી દીધા છે. બીજી તરફ ગઇકાલે ગુજરાત હાઇકોર્ટે સરકારને આંશિક લોકડાઉનનો નિર્દેશ કર્યો હતો. આથી સૌરાષ્ટ્રના લોકોમાં એક પ્રકારનો ડર પણ જોવા મળ્યો હતો. ગત રાત્રે બીડી અને તમાકુના બંધાણી લોકો સંભવિત લોકડાઉનના ડર વચ્ચે પાન-બીડીની દુકાને લાંબી લાઇન લગાવી દીધી હતી. ધોરાજી અને રાજકોટમાં આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે માવાના ભાવમાં રાતોરાત વધારો થતા 15 રૂપિયામાં મળતા માવાના સીધા 22 રૂપિયા થઇ ગયા છે.

રાજકોટમાં પણ પાનની દુકાને લોકો માવો લેવા ઉમટ્યા હતા
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કોરોનાને કાબૂમાં લેવા માટે લોકડાઉનનો નિર્દેશ આપતાની સાથે જ ગુજરાતમાં લોકડાઉનના ભણકારા વાગી ગયા છે. રાજ્ય સરકાર લોકડાઉન લેવાશે કે નહીં તે અંગે કોઈ જાહેરાત કરે તે પહેલાં જ લોકોમાં લોકડાઉનનો ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં રાત્રે મોટાભાગની ટોબેકો સેલ્સ એજન્સીમાં લોકોની ભીડ જામી હતી અને તમાકુ-સોપારી લેવા વ્યસનીઓ ઉમટી પડ્યા હતા. શહેરના જલજીત ગોકુલધામ મેઈન રોડ પર એક દુકાને લોકોની લાઇન
લાગી હતી.

ધોરાજીમાં હોલસેલની દુકાને પાન-બીડી ખરીદવા લોકોની લાંબી લાઇન લાગી.
ધોરાજીમાં હોલસેલની દુકાને પાન-બીડી ખરીદવા લોકોની લાંબી લાઇન લાગી.

ધોરાજીમાં પાન-બીડીની હોલસેલની દુકાને લોકોની લાંબી લાઇન
ધોરાજીમાં પાન-બીડીના હોલસેલના વેપારીની દુકાન બહાર લોકોની લાંબી લાઇન લાગી હતી. સ્ટેશન રોડ પર આવેલી હોલસેલની દુકાને લોકો પાન-માવા અને બીડી લેવા ઉમટી પડ્યા હતા. લોકોમાં લોકડાઉનનો ડર હોવાથી ખરીદી કરવા પહોંચ્યા હતા. લોકડાઉનની દહેશતના પગલે વ્યસનીઓની લાંબી લાઇન જોવા મળી હતી. જોકે આ લાઇનમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

રાજકોટમાં પણ લોકોના ટોળા ઉમટ્યા.
રાજકોટમાં પણ લોકોના ટોળા ઉમટ્યા.

લોકડાઉનની દહેશત વચ્ચે માવાના ભાવ વધ્યા
લોકડાઉનની દહેશત વચ્ચે રાજકોટમાં અચાનક માવાના ભાવમાં ઉછાળો આવ્યો છે. 15 રૂપિયામાં મળતા માવાના ભાવમાં અચાનક 3થી 5 રૂપિયાનો વધારો આવ્યો છે. હાલ માવાના ભાવ 18થી 22 રૂપિયા સુધી છે. તેમજ બીડી, તમાકુ અને સોપારીના ભાવમાં પણ વધારો થયાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં લોકો ખરીદી કરવા બજારમાં ઉમટ્યાં હતા.
રાજકોટમાં લોકો ખરીદી કરવા બજારમાં ઉમટ્યાં હતા.

રાજકોટની બજારોમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું
રાજકોટીયન્સ લોકડાઉનનું નામ સાંભળતા શહેરના બજારો અને મોલમાં ખરીદી માટે ઉમટી પડતા ઠેર-ઠેર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે શહેરના હાર્દસમા પરાબજાર, દાણાપીઠ, જ્યુબિલી રોડ સહિતનાં વિસ્તારોમાં કોરોના નિયમોનો ઉલાળીયો થતો જોવા મળ્યો હતો. ઉલ્લખનીય છે કે જો મોલ અને માર્કેટમાં ભીડ ભેગી થશે તો કોરોના વધુ વકરશે અને સ્થિતિ વધારે પ્રમાણમાં વણસી જશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો