તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:રાજકોટમાં પોઝિટિવ કેસ વધ્યા, 24 કલાકમાં 2 મોત

રાજકોટ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં 37, ગ્રામ્યમાં 9 સહિત 46 નવા કેસ

રાજકોટમાં કોરોનાના કેસમાં નજીવો વધારો નોંધાયો છે આ કારણે એક્ટિવ કેસની સંખ્યા પણ વધી છે. ચૂંટણી ટાણે કેસની સંખ્યામાં વધારો દેખાતા ચૂંટણી બાદ કેસ વધે તેવી શક્યતા છે. તંત્રએ જાહેર કરેલા આંક મુજબ રાજકોટ શહેરમાં નવા 37 અને ગ્રામ્યમાં 9 સહિત જિલ્લામાં 46 પોઝિટીવ નોંધાયા છે. આ સાથે કુલ પોઝીટીવની સંખ્યા 22515 થઈ છે. કેસમાં નજીવો ઉછાળો આવતા એક્ટિવ કેસ કે જે 170 કરતા ઘટી ગયા હતા તે વધીને 182 થયા છે.

શુક્રવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના મોત નિપજ્યા છે આ રીતે છેલ્લા 4 જ દિવસમાં 5 દર્દીઓના મોત નિપજ્યાનું જાહેર કરાયુ છે જો કે તેમાંથી કેટલા મોત પાછળ કોરોના જવાબદાર છે તે ઓડિટ કમિટીમાંથી બહાર આવ્યુ નથી. મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર શુક્રવારે 592 લોકોને રસી અપાઈ છે જેમાં હેલ્થ વર્કર ઉપરાંત ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર્સ એવા સરકારી કર્મીઓ અને પોલીસ સ્ટાફનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો