સુવિધા:પોરબંદર-મુંબઈ, ભાવનગર ઓખા ટ્રેન 19 ઓગસ્ટથી શરૂ, ટ્રેનનું બુકિંગ 15 ઓગસ્ટથી શરૂ થઇ જશે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

પોરબંદર- મુંબઈ સેન્ટ્રલ અને ઓખા ભાવનગર સ્પેશિયલ ટ્રેન સેવા ફરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ટ્રેન નંબર 090036-09035 પોરબંદર- મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર સ્પેશિયલ ટ્રેન દરરોજ દોડશે. આ ટ્રેનનો પ્રાંરભ 19 ઓગષ્ટથી શરૂ થશે . પોરબંદર મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન દૈનિક પોરબંદરથી રાત્રે 9.20 કલાકે ઉપડશે અને બીજે દિવસે સાંજે 7.30 કલાકે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલ પોરબંદર વિશેષ ટ્રેન દરરોજ મુંબઈથી સવારે 9.20 કલાકે ઉપડશે અને બીજે દિવસે સવારે 5.30 કલાકે પોરબંદર પહોંચશે. ટ્રેન સંખ્યા 09035 મુંબઈ પોરબંદર વસઈ રોડ પર સ્ટેશન પર વધુ હોલ્ટ કરશે.

જ્યારે ટ્રેન નંબર 09520-09519 ઓખા ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનની સેવા દૈનિક મળી રહેશે. ઓખા ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ પ્રતિદિન ઓખાથી બપોરે 3.15 કલાકે ઉપડશે અને બીજે દિવસે સવારે 5.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 19 ઓગસ્ટથી શરૂ થશે. જ્યારે ટ્રેન સંખ્યા 09519 ભાવનગર ટર્મિનસ ઓખા સ્પેશિયલ દરરોજ રાત્રે 10.10 કલાકે ભાવનગરથી પ્રસ્થાન કરશે. ભાવનગરથી ટર્મિનસ જતી ટ્રેન બાજુદ, અમરસર અને કણકોટ સ્ટેશન પર વધુ રોકાણ થશે. જ્યારે ટ્રેન નંબર 09520 દિગસર, મુલી રોડ, રામપર્દા અને વાગડિયા સ્ટેશન પર વધુ ઊભી રહેશે.