રાજકોટમાં કોંગી MLAના તીખા પ્રહાર:પુંજા વંશે કહ્યું:'IPS અધિકારીઓને ભાજપના કાર્યકરો બની ગયા છે,શિક્ષકોને 5 દિવસથી સભામાં જોડી દીધા છે'

રાજકોટ2 મહિનો પહેલા
કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી

રાજકોટમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જ્યાં ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ભાજપ અને આપ વચ્ચે ઇલુ ઇલુ ચાલે છે જે પ્રજાને છેતરે છે. જયારે કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ છોડવા મુદ્દે કહ્યું.માં ઘરડી થાય ત્યારે દીકરાઓની જરૂર હોય છે નહીં કે તેને છોડી જવાય નહિ

ચૂંટણી ગયા પછી સબસીડી બંધ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટના આજના પ્રધાનમંત્રીના કાર્યક્રમની અંદાજીત 300 કરોડનો ખર્ચ થવા જઈ રહ્યો છે.આ ખર્ચો પ્રજાના રૂપિયે કરવામાં આવ્યો છે.દેશના પ્રધાનમંત્રીએ દેશના હિતમાં કામ કરવાનું હોય છે નહીં કે પ્રજાના પૈસે ભાજપે પોતાનો પ્રચાર કરવાનો.જે રાજ્યોમાં ચૂંટણીઓ આવી હતી ત્યાં ગેસના સિલિન્ડર પર સબસીડી આપવાની જાહેરાત કરી હતી.આવી જ જાહેરાત ગુજરાત સરકારે પણ બે ગેસ સિલિન્ડર ફ્રી આપવાની જાહેરાત કરી છે.ચૂંટણી ગયા પછી ગેસ સિલિન્ડર પરની સબસીડી આપવાનું બંધ કર્યું હતું.

પ્રધાનમંત્રીના કાર્યક્રમની અંદાજીત 300 કરોડનો ખર્ચ થવા જઈ રહ્યો છે: પુજા વંશ
પ્રધાનમંત્રીના કાર્યક્રમની અંદાજીત 300 કરોડનો ખર્ચ થવા જઈ રહ્યો છે: પુજા વંશ

IPS અધિકારીઓને ભાજપના કાર્યકરો બની ગયા છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સભામાં રૂ.500માં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરવી જોઈએ. માત્ર ચૂંટણી લક્ષી જાહેરાત ન કરવી જોઈએ.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં 4 વખત ગુજરાત આવી ચુક્યા છે.વહીવટી તંત્રના અધિકારીઓનો દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.IPS અને IAS અધિકારીઓને ભાજપના કાર્યકરો બનાવી દીધા હોય તેવી રીતે કામ કરાવવામાં આવી રહ્યું છે.આંગણવાડી અને શિક્ષકોને શિક્ષણ અને આંગણવાડીના કામ પડતા મૂકી સભાના કામમાં 5 દિવસથી જોડી દેવામાં આવ્યા.

હું જેલમાં જવા તૈયાર ભાજપમાં જવાનો નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની કમિટી દિલ્હી ગઈ.થોડા સમયમાં જ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. મને પણ ફાયરિંગ ફિટ કરવાનો કરશો રચવામાં આવ્યો હતો હું જેલમાં જવા તૈયાર ભાજપમાં જવાનો નથી.પ્રધાનમંત્રી અને ભાજપ કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનું સૂત્ર આપ્યું હતું.કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવાના સામ, દામ, દંડ અને ભેદ તમામ પ્રયાસો કરી લીધા.તેમ છતાં કોંગ્રેસની કામગીરીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કરવો પડી રહ્યો છે.કોંગ્રેસ જાગી ચુકી છે અને ઘરે ઘરે કોંગ્રેસના કાર્યકરો કામ કરી રહ્યા છે તે જાણી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...