તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ મ્યુનિ. ચૂંટણી:રાજકોટના 18 વોર્ડમાં 50.75 ટકા મતદાન થયું, 293 ઉમેદવારનું ભાવિ EVMમાં કેદ, 23મીએ પરિણામ

રાજકોટ5 મહિનો પહેલા
રાજકોટના 18 વોર્ડના 293 ઉમેદવારનું ભાવિ EVMમાં સીલ થયું.
 • ભાજપ અને કોંગ્રેસના આગેવાનો મતદાન કરવા જોડાયા, ભાજપના તમામ ઉમેદવારોએ જીતની આશા વ્યક્ત કરી
 • સંવેદનશીલ વિસ્તારમાં અને CM વિજય રૂપાણીના વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી
 • ચૂંટણી દરમિયાન પ્ર.નગર પોલીસ મથકના બે પોલીસ કોન્સ્ટેબલ ગેરહજાર રહેતાં સસ્પેન્ડ કરાયા, કચેરીમાં ગુનો દાખલ થયો
 • EVMમાં તોડફોડ, પક્ષો વચ્ચે મારામારીના આક્ષેપ સહિતની ઘટનાથી ‘શાંતિ’ ન રહી
 • બપોરે 1થી 3 દરમિયાન સૌથી વધુ 1.15 લાખ મતદારો ઊમટ્યાં, આખરી કલાકમાં માત્ર 54000
 • 2015માં 4.47 લાખ લોકોએ મત આપ્યા હતા આ વખતે 1.07 લાખ મતદાતા વધ્યા કુલ 5.55 લાખે કર્યું મતદાન

રાજકોટ મહાનગરપાલિકામાં 72 કોર્પોરેટર માટે રવિવારે મતદાન થયું હતું. વહેલી સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં મારામારી અને ઈવીએમ તોડફોડ સહિતના બનાવો બન્યા હતા. આ ઉપરાંત એક તબક્કે મતદાન ધીમું પડતા ઉમેદવારોને પરસેવો પણ છૂટી ગયો હતો. રાત્રે 8 વાગ્યાની સ્થિતિએ જાહેર થયેલા આંક મુજબ રાજકોટમાં 51 ટકા મતદાન થયું છે અને 555159 લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ વખતે નવા વિસ્તાર ભળતા કુલ મતદારોમાં 2 લાખનો ઉમેરો થયો હતો. જેની અસર મતદાનમાં પણ જોવા મળી હતી અને ગત વખતના 447206 મતદાર કરતા 107953 લોકો મતબૂથ સુધી પહોંચ્યા છે.

સવારે 7 વાગ્યે મતદાન શરૂ થતાં જ શરૂઆતના કલાકોમાં અલગ અલગ વિસ્તારના અગ્રણીઓ, ઉમેદવારોએ મતદાન કર્યું હતું અને પછી ધીરે ધીરે લોકોની સંખ્યા વધવા લાગી હતી. 9 વાગ્યા સુધીમાં 5.93 ટકા મતદાન થયું હતું અને પ્રથમ દૃષ્ટિએ ઓછું લાગતા પક્ષોએ મહેનત શરૂ કરી દીધી હતી. બપોરે 9 વાગ્યા પછી મતદાનની ગતિમાં વધારો થયો હતો અને બે કલાકે 1 લાખથી વધુ મત પડી રહ્યા હતા. આ જ સમય દરમિયાન લક્ષ્મીનગર વિસ્તારમાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. જ્યારે 2 વાગ્યા બાદ વોર્ડ નં. 11ની વામ્બે આવાસ યોજનામાં કેટલાક શખ્સોએ ઈવીએમમાં તોડફોડ કર્યાનો બનાવ બન્યો હતો. આ કારણે રાજકોટમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું ન હતું.

બપોરે 1થી 3માં સૌથી વધુ 1.15 લાખ મતદાર નોંધાયા હતા ત્યારબાદ સંખ્યા ઘટી હતી અને આખરી કલાકમાં 54919 મતદાર નોંધાયા હતા. બપોરના સમયે જ મતદાન ધીમું રહેતા રાજકીય પક્ષો અને કાર્યકરો વિસ્તારમાં નીકળી ગયા હતા અને લોકોને મતબૂથ સુધી લઈ જવામાં પગે પાણી ઉતરી ગયા હતા. સાંજે 8 વાગ્યાની સ્થિતિએ ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા મુજબ રાજકોટમાં 50.75 ટકા મતદાન થયું છે અને 1093991 મતદારમાંથી 555159 લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

રાજકોટમાં લોકશાહીના મહાપર્વ સમી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રારંભ થયો હતો અને સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું. વહેલી સવારે જ પોતાનો અમૂલ્ય મત આપવા માટે તત્પર એવા રાજકોટવાસીઓ મતદાન કરવાનું શરૂ કરી દીધું હતું. રાજકોટની રાજ સ્કૂલમાં EVM ખોટવાતા તાત્કાલિક અસરથી બદલવામાં આવ્યું હતું. રાજકોટના 18 વોર્ડમાં 50.75 ટકા મતદાન થયું છે. રાજકોટના 18 વોર્ડના 293 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે. 23 ફેબ્રુઆરીના રોજ પરિણામ છે.

થોડા સમય માટે મતદાન અટવાયા બાદ શરૂ કરાયું હતું-DCP
વોર્ડ નં.11માં સરકારી સ્કૂલમાં બુથ નં.2ના એક EVMમાં તોડફોડ કરવામાં આવતા મતદાન બંધ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ છે.અંગે DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કેટલાક અજાણ્યા શખ્સો પ્રાથમિક શાળાના બુથની દીવલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો. એક EVM તોડવાનો પ્રયાસ કર્યો છે. કારમાં આવેલા અંદાજીત 8થી 10 લોકોની સરકારી કેમેરામાં વીડિયોગ્રાફી છે. એક EVM બદલી આપવામાં આવ્યું છે. થોડા સમય માટે મતદાન અટવાયું હતું પણ બાદમાં ચાલુ કરી દેવામાં આવ્યું છે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ આચારસંહિતાનો ભંગ કર્યો
16 બેલેટ યુનિટ અને 3 કંટ્રોલ યુનિટમાં ટેકનિકલ ખામી આવી હતી. જો કે, પૂર્વ આયોજન મુજબ તત્કાલ તેને બદલાવીને મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ભાજપના નિશાનવાળા માસ્ક સાથે મતદાન કરી આચારસંહિતાનો ભંગ કર્યો હતો.આ દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં અને CM વિજય રૂપાણી જે વિસ્તારમાં મતદાન કરવાના હતા તે વિસ્તારમાં SP અને PI કક્ષાના અધિકારીઓની હાજરીમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.

ચૂંટણી દરમિયાન પ્ર.નગર પોલીસ મથકના બે પોલીસ કોન્સ્ટેબલ ગેરહાજર રહેતાં સસ્પેન્ડ કરાયા
રાજકોટના પ્ર.નગર પોલીસ મથકના બે પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઇ કસ્તુરભાઇ અને જેસંગભાઇ વાઘાભાઇ કચેરીમાં લેખિત કે મોૈખિક જાણ કર્યા વિના ફરજ પર ગેરહાજર રહેતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ ગુનો પ્ર.નગર પોલીસ મથકમાં GP એક્ટ 145 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

બે બુથ પર EVMમાં બટન ખોટવાતા મતદાન અટકાવાયું હતું
શહેરના વોર્ડ નં.7માં બાવાજીરાજ કન્યા શાળામાં મતદાન અટકાવવામાં આવ્યું હતું. EVMમાં ક્રમ નં.11નું બટન બંધ થઇ જતા મતદાન અટકાવવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર રણજિત મુંધવાએ ચૂંટણી અધિકારીઓને રજુઆત કરતા નવા EVM સાથે પહોંચ્યા હતા અને મતદાન શરૂ કરાવ્યું હતું.

પોલીસ કમિશનરની બુથ વિઝિટ
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના તમામ બુથની વિઝિટ કરવામાં આવી હતી. અલગ અલગ વિસ્તારમાં સંવેદનશીલ અને સામાન્ય બુથની વિઝિટ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં મોટી અઇચ્છનીય ઘટના બની નથી તેવું મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.

શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ ભાજપના આગેવાન સાથે દેખાયા હતા
શહેર કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળા ભાજપના આગેવાન સાથે દેખાયા હતા. વોર્ડ નં.2ના ભાજપ મહામંત્રી દશરથસિંહ વાળા સાથે દેખાયા હતા. મનિષાબા વાળા કોંગ્રેસથી નારાજ છે અને ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે.

ભાજપના નેતાઓએ મતદાન કર્યુ
ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ સામાકાંઠે શાળા નંબર 75 ખાતે મતદાન કર્યુ હતું. જ્યારે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ તેમના પત્ની સાથે ​​​​​​ બારદાનવાલા સ્કૂલમાં મતદાન કર્યુ હતું. ભાજપના સિનિયર નેતા નીતિન ભારદ્વાજે મતદાન કર્યુ હતું, તેમણે કોટેચા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું, રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે મતદાન કર્યુ હતું. રાજકોટ ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ ગોપાલ ચોક ખાતે આવેલા મતદાન મથકમાં મતદાન કર્યુ હતું. ભાજપના તમામ ઉમેદવારોની જીતની આશા વ્યક્ત કરી હતી.

થર્મલ ગનથી ટેમ્પરેચર માપી બુથમાં પ્રવેશ અપાયો હતો.
થર્મલ ગનથી ટેમ્પરેચર માપી બુથમાં પ્રવેશ અપાયો હતો.

રાજકોટમાં પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ અને વોર્ડ ન.3ના ઉમેદવાર ગાયત્રીબા વાઘેલાએ વિજયની આશા સાથે મતદાન કર્યુ હતું.

પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ મતદાન કર્યું હતું
પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ મતદાન કર્યું હતું
સવારથી લોકો મતદાન કરવા ઉમટ્યા હતા.
સવારથી લોકો મતદાન કરવા ઉમટ્યા હતા.

રાજકોટમાં કોંગ્રેસના વોર્ડ નંબર 7ના ઉમેદવાર અશોક ડાંગરે મતદાન કર્યુ હતું. તેમણે ભગવાનના આશીર્વાદ લઈને મતદાન કર્યુ હતું. મતદાન કર્યા બાદ તેમણે નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.

કોંગ્રેસના વોર્ડ નંબર 7ના ઉમેદવાર અશોક ડાંગરે મતદાન કર્યુ હતું
કોંગ્રેસના વોર્ડ નંબર 7ના ઉમેદવાર અશોક ડાંગરે મતદાન કર્યુ હતું

રાજકોટના મતદાન મથકોમાં ફરજ બજાવતા શિક્ષકોની ફરિયાદો ઉઠી હતી. મતદાન કરવા માત્ર ચાર ચાર ગ્લોઝ આપ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. 1000 ગ્લોઝમાં સાઈન લીધાની ભારે ચર્ચા થઇ રહી હતી. ચૂંટણીમાં પણ કૌભાંડની ગંધ હોવાનું બહાર આવ્યું છે. એક શિક્ષકે નામ ન દેવાની શરતે કહ્યું 1000 ગ્લોઝ આપ્યા તેમાં સાઈન લીધી હતી અને ચાર ગ્લોઝ આપ્યા હતા.

રાજકોટમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ મતદાન કર્યુ હતું
રાજકોટમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ મતદાન કર્યુ હતું
જ્યારે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ મતદાન કર્યુ હતું
જ્યારે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ મતદાન કર્યુ હતું

રાજકોટના 18 વોર્ડમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના નામ

ભાજપકોંગ્રેસ
વોર્ડ નં. 1
નં.1દુર્ગાબા જાડેજારેખા ગેડિયા
નં.2ભાનુ બાબરિયાજલ્પા ગોહેલ
નં.3હિરેન ખિમાણિયાડો. અમિત ભટ્ટ
નં.4ડો. અલ્પેશ મોરઝરિયાફોર્મ રદ
વોર્ડ નં. 2
નં.1ડો.દર્શિતા શાહનિમિષા રાવલ
નં.2મીતા જાડેજાદિવ્યા જાડેજા
નં.3મનીષ રાડિયાયુનુસ જુણેજા
નં.4જૈમિન ઠાકરઅતુલ રાજાણી
વોર્ડ નં. 3
નં.1અલ્પા દવેગાયત્રી વાઘેલા
નં.2કુસુમ ટેકવાણીકાજલ પુરબિયા
નં.3નરેન્દ્રસિંહ જાડેજાદાના હુંબલ
નં.4બાબુ ઉધરેજાદિલીપ આસવાણી
વોર્ડ નં. 4
નં.1કંકુ ઉધરેજાસીમી જાદવ
નં.2નયના પેઢડિયાઠાકરશી ગજેરા
નં.3પરેશ પીપળિયારામ જીલરિયા
નં.4કાળુ કુંગરસિયાશીતલ પરમાર
વોર્ડ નં. 5
નં.1વજી ગોલતરદક્ષા ભેંસાણિયા
નં.2રસીલા સાકરિયાલાભુ ઠુંગા
નં.3દિલીપ લુણાગરિયાજિતેન્દ્ર રૈયાણી
નં.4હાર્દિક ગોહિલહર્ષદ અઘેરા
વોર્ડ નં. 6
નં.1દેવુ જાદવરતન મોરવાડિયા
નં.2મંજુ કુંગસિયાકિરણ સોનારા
નં.3પરેશ પીપળિયાભરત મકવાણા
નં.4ભાવેશ દેથરિયામોહન સોજીત્રા
વોર્ડ નં. 7
નં.1દેવાંગ માંકડવૈશાલી પંડયા
નં.2નેહલ શુકલઅલકા રવાણી
નં.3વર્ષા પાંધીરણજિત મુંધવા
નં.4જયા ચાવડાકેતન જરિયા
વોર્ડ નં. 8
નં.1ડો.દર્શના પંડ્યાસવિતા શ્રીમાળી
નં.2પ્રીતિ દોશીદૃષ્ટિ પટેલ
નં.3અશ્વિન પાંભરડો.જિજ્ઞેશ જોષી
નં.4બિપિન બેરાનયન ભોરણિયા
વોર્ડ નં. 9
નં.1દક્ષા વાસાણીધરસંડિયા ચંદ્રિકા
નં.2આશા ઉપાધ્યાયપ્રતિમા વ્યાસ
નં.3પુષ્કર પટેલવૈશાલી દોંગા
નં.4જિતુ કાટોડિયાઅર્જુન ગુજરિયા
વોર્ડ નં. 10
નં.1જયોત્સ્ના ટીલાળાજયશ્રી મહેતા
નં.2રાજેશ્વરી ડોડિયાભાર્ગવી ગોહિલ
નં.3ચેતન સુરેજામનસુખ કાલરિયા
નં.4નરેન્દ્રસિંહ વાઘેલાઅભિષેક તાળા
વોર્ડ નં. 11
નં.1ભારતી પાડલિયાવસંત માલવી
નં.2લીલુ જાદવપારુલ ડેર
નં.3વિનુ સોરઠિયાસુરેશભાઇ બથવાર
નં.4રણજિત સાગઠિયાપરેશ હરસોડા
વોર્ડ નં.12
નં.1અસ્મિતા દેલવાડિયામીતા મારડિયા
નં.2મીતલ લાઠિયાઉવર્શી જાડેજા
નં.3પ્રદીપ ડવવિજય વાંક
નં.4મગન સોરઠિયાસંજય અજુડિયા
વોર્ડ નં.13
નં.1જયા ડાંગરજાગૃતિ ડાંગર
નં.2સોનલ સેલારાગીતા મુછડિયા
નં.3નીતિન રામાણીરવિ વેકરિયા
નં.4સુરેન્દ્રસિંહ વાળા

આદિત્યસિંહ ગોહિલ

વોર્ડ નં.14, નં.1ભારતી મકવાણાભારતી સાગઠિયા
નં.2વર્ષા રાણપરાશ્ર્વેતા વાગડિયા
નં.3નિલેશ જલુ

ડમી અપક્ષમાં લડશે

નં.4કેતન ઠુંમરમયૂરસિંહ પરમાર
વોર્ડ નં. 15
નં.1ડો.મેઘાવી સિંધવકોમલ ભારાઈ
નં.2ગીતા પારઘીભાનુ સોરાણી
નં.3વિનુકુમાર ખાણિયામકબુલ દાઉદાણી
નં.4વરજાંગ હુંબલવશરામ સાગઠિયા
વોર્ડ નં. 16
નં.1કંચન સિદ્ધપુરારસીલા ગરૈયા
નં.2ઋચિતા જોશીગાયત્રી ભટ્ટ
નં.3સુરેશ વસોયાવલ્લભ પરસાણા
નં.4નરેન્દ્ર ડવબાબુ ઠેબા
વોર્ડ નં. 17
નં.1અનિતા ગોસ્વામીજયા ટાંક
નં.2કીર્તિબા રાણાવસંત પીપળિયા
નં.3વિનુ ઘવા

ઘનશ્યામસિંહ જાડેજા

નં.4રવજી મકવાણાઅશોક ડાંગર
વોર્ડ નં. 18
નં.1દક્ષા વાઘેલાધર્મિષ્ઠાબા જાડેજા
નં.2ભારતી પરસાણાનીતા સોલંકી
નં.3સંજયસિંહ રાણાનિર્મલ મારૂ
નં.4સંદીપ ગાજીપરાહસમુખ રાંક

દિવસભરનો ઘટનાક્રમ

 • શહેરના મોટાભાગના મતદાન મથકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયું ન હતું.
 • વોર્ડ નં. 14માં અનેક મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ, પૂર્વ મેયર ડૉ. જૈમન ઉપાધ્યાયે રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ કરી.
 • વોર્ડ નં.11ના બૂથ 28માં સરદાર પટેલ પાર્કમાંથી આવેલા વૃદ્ધે કહ્યું, બીજા 2 ને મત આપ્યા પણ લાઈટ ન થઈ.
 • વોર્ડ નં.11માં 24, 25, 26, 27 અને 28 નંબરના બૂથ પર વોટિંગ માટે હેન્ડ ગ્લોવ્ઝ અપાયા નથી.
 • મતદાન કરવા માટે તંત્રે આપેલા પ્લાસ્ટિક ગ્લોઝ મતદારોએ મતદાન મથકમાં જ જ્યાં-ત્યાં ફેંક્યા.
 • કે.જી ધોળકિયા સ્કૂલમાં ઈવીએમમાં ફોલ્ટ સર્જાતા મતદાન અડધો કલાક અટક્યું હતું.
 • વોર્ડ નંબર 7માં બાવજીરાજ કન્યા શાળામાં ક્રમ નંબર 11ની સ્વિચ બંધ થઈ જતા મતદાન અટક્યું, કોંગ્રેસ ઉમેદવાર રણજિત મુંધવાએ ચૂંટણી અધિકારીઓને રજૂઆત કરતા નવા ઇવીએમ મશીન સાથે ચૂંટણી અધિકારીઓ સ્થળ પર તાત્કાલિક પહોંચ્યા.
 • જંગલેશ્વરમાં ઈવીએમ બગડતા અધિકારીઓમાં દોડધામ થઇ.
 • ધરમનગર બૂથ નં.57માં મતદારો માટે સેનિટાઈઝર કે ગ્લોઝની વ્યવસ્થા ન હતી.
 • બપોરે 12.30 સુધીમાં જુદા જુદા સ્થળે 7 EVM બગડતા બદલવા પડ્યા.
 • આઇસીએઆઈ ભવન ખાતે મતદાન કેન્દ્ર 100 મીટરની અંદર જ ભાજપે ટેબલ રાખતા ચૂંટણી અધિકારીને બોલાવાયા.
 • વોર્ડ નં.2માં કુંડલિયા કોલેજમાં ઈવીએમ મશીન ખોટકાઈ જતા મતદાન અટકાવાયું હતું.
 • વોર્ડ નં.13માં એક મતદાન કુટીરમાં બે વ્યક્તિ ગયા, મહિલાને નીકળવાનું કહેતા થઈ માથાકૂટ, પુરુષ માનસિક બીમાર હોવાથી અંદર ગયાની કબૂલાત.
વોર્ડ નં.કુલ મતદારકુલ મત પડ્યા
17201532524
25510926750
37933640117
45729232992
54890826495
65018027376
76061829551
86432332150
96903933458
105458327312
117676437971
125903159031
135844029790
146058129251
154947528783
165304225601
176048931286
186476633065

તબક્કાવાર મતદાન

સમયમતદાન (સંખ્યા)ટકાવારી
સવારે 7થી 9648985.93
સવારે 9થી 111057689.67
સવારે 11થી 111511010.52
બપોરે 1થી 311591210.6
બપોરે 3થી 5988589.03
સાંજે 5થી 6546195.9

​​​​​​​