ચૂંટણીલક્ષી તાલીમ સાથે મતદાન:રાજકોટ જિલ્લાની 8 બેઠક પર ચૂંટણીમાં ફરજ બજાવનાર 1037 કર્મચારીએ બેલેટ પેપરથી મત આપ્યો

રાજકોટ10 દિવસ પહેલા
ચૂંટણી ફરજમાં રોકાયેલ સ્ટાફે મતદાન કર્યું
  • 27 નવેમ્બરે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કર્મચારીઓ મતદાન કરશે

રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મત વિસ્તારોમાં મતદાનની કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફ માટે હાલ ચૂંટણીલક્ષી તાલીમ ચાલી રહી છે. આ કર્મચારીઓ પોતાનો મત ટપાલપત્રથી આપી શકે તે માટે આઠ તાલીમ મથકો પર મતદાન સુવિધા કેન્દ્ર (વોટિંગ ફેસિલિટેશન સેન્ટર)ની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જેમાં આજે આશરે 1037 સ્ટાફ દ્વારા ટપાલપત્રથી પોતાનો મત આપવામાં આવ્યો હતો.

અલગ અલગ સેશનમાં તાલીમ અપાઈ
રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસર સંદીપ વર્માએ જણાવ્યું હતું કે, રાજકોટ પશ્ચિમ બેઠક માટે ટાગોર રોડ પર એસ.વી.વિરાણી હાઇસ્કૂલ ખાતે ચૂંટણી દરમિયાન કોઈ મુશ્કેલી ન સર્જાઇ અને વ્યવસ્થા ઝડવાઈ રહે તે માટે પોલિંગ સ્ટાફ અને પ્રિસાઇડીંગ ઓફિસરને બે દિવસ માટે અલગ અલગ સેશનમાં તાલીમ આપવામાં આવી રહી છે. આ સાથે તાલીમ દરમિયાન ચૂંટણી કામગીરીમાં રોકાયેલ સ્ટાફના કોઈ પ્રશ્ન હોય તો તે પણ સાંભળી તેનો જવાબ આપી સમજૂતી આપવામાં આવી રહી છે.

4 શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાન કરાયું
આ સાથે તેમને વધુમા જણાવ્યું હતું કે, ચૂંટણી ફરજમાં રોકાયેલ સ્ટાફ માટે બેલેટ પેપરથી મતદાન કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ પશ્ચિમ બેઠક માટે એસ.વી.વિરાણી હાઈસ્કૂલ ખાતે, પૂર્વ માટે પોલીટેકનીક ભાવનગર રોડ, દક્ષિણ માટે પી ડી માલવીયા કોલેજ અને રાજકોટ ગ્રામ્ય માટે આત્મિય કોલેજ ખાતે તાલીમ અને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.વી.વિરાણી હાઈસ્કૂલ ખાતે 12 વાગ્યા સુધીમાં તાલીમ બાદ 41 લોકોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી 27 નવેમ્બરને રવિવારના રોજ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કર્મચારીઓ પોસ્ટલ મતદાન કરશે.

જેતપુરમાં તાલીમ અપાઈ
વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અનુસંધાને આગામી 1- ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાનના દિવસે મતદાન પ્રક્રિયા સંબંધે જેતપુર સેન્ટ ફ્રાન્સીસ સ્કુલ ખાતે આજ રોજ 300 જેટલા પોલિંગ ઓફિસર અને પ્રીસાઈડિંગ ઓફિસરોને ઇવીએમ અને વીવીપેટ તેમજ તેમની ચૂંટણી ફરજ સંદર્ભે તાલીમ આપવામાં આવી છે.

જેતપુર સેન્ટ ફ્રાન્સીસ સ્કુલ ખાતે ચૂંટણી ફરજ સંદર્ભે તાલીમ આપવામાં આવી
જેતપુર સેન્ટ ફ્રાન્સીસ સ્કુલ ખાતે ચૂંટણી ફરજ સંદર્ભે તાલીમ આપવામાં આવી
અન્ય સમાચારો પણ છે...