પેટાચૂંટણી:5 વાગ્યા સુધીમાં રાજકોટ જિ.પં.ની શિવરાજપુર બેઠક પર 47.53% અને સાણથલી પર 51.44% મતદાન

રાજકોટ24 દિવસ પહેલા
શિવરાજપુર મતદાન કેન્દ્ર પર મતદાન.
  • ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે જંગ
  • જિલ્લા પંચાયતની 36માંથી 25 ભાજપ અને 11 કોંગ્રેસ પાસે બેઠક છે

રાજ્યભરમાં આજે પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતની ખાલી પડેલી બે બેઠક પર આજે સવારથી જ ધીમી ગતિએ મતદાન શરૂ થયું છે. શિવરાજપુર અને સાણથલી બેઠક પર મતદાન શરૂ થયું છે. જોકે બન્ને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ત્યારે મતદારોનું વલણ કોના તરફ રહે છે તે જોવું રહ્યું. કોઇ અચ્છનિય બનાવ ન બને તે માટે મતદાન કેન્દ્રો પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. 5 વાગ્યા સુધીમાં શિવરાજપુર બેઠક પર 47.53% અને સાણથલી બેઠક પર 51.44% મતદાન નોંધાયું છે. ધીમી ગતિએ મતદાન થતા રાજકીય પક્ષોની ચિંતા વધી છે.

બે સભ્યના કોરોનામાં નિધનથી પેટાચૂંટણી
જિલ્લા પંચાયતની 36 બેઠકમાંથી 25 ભાજપ અને 11 કોંગ્રેસ પાસે છે. જેમાંથી બે સભ્યનું કોરોનાની બીજી લહેરમાં અવસાન થતાં બે બેઠક ખાલી પડી છે. બન્ને બેઠક જસદણ તાલુકાની છે. જેમાં કોંગ્રેસ પાસે રહેલી શિવરાજપુર અને ભાજપ પાસે રહેલ સાણથલી બેઠક પર આજે મતદાન શરૂ થયું છે. ત્યારે પાટીદારોનો ગઢ ગણાતી સાણથલી બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો છે. બીજી તરફ કોળી મતદારો જ્યાં સૌથી વધુ છે તે શિવરાજપુર બેઠક પર ભાજપ, કોંગ્રેસ તેમજ આપ વચ્ચે જંગ જામ્યો છે.

શિવરાજપુરમાં મતદાન કેન્દ્ર પર પોલીસનો બંદોબસ્ત.
શિવરાજપુરમાં મતદાન કેન્દ્ર પર પોલીસનો બંદોબસ્ત.

બંને બેઠક પર 25 ગામોનો સમાવેશ
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલી જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠકની પેટાચૂંટણી આજે છે. સાણથલીના 15 અને શિવરાજપુરના 10 સહિત કુલ 25 ગામોમાં મતદાન થઇ રહ્યું છે. સાણથલી અને શિવરાજપુર બન્ને બેઠકમાં મળી કુલ 22થી 25 હજાર મતદારો સમાવેશ થાય છે. સાણથલીના ભાજપના મહિલા સભ્યના અવસાનથી અને શિવરાજપુરના કોંગી સભ્યના અવસાનથી બેઠક ખાલી પડી હતી. બન્નેમાં અનુક્રમે લેઉવા પાટીદાર અને કોળી સમાજના મતદારો નિર્ણાયક છે.

ગત ચૂંટણીમાં બાવળિયા પોતોના ગઢ સાચવી શક્યા નહોતા
ઉલ્લેખનીય છે કે ગત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પોતાનો ગઢ સાચવી શક્યા ન હતા. જિલ્લા પંચાયતમાં સૌથી ખરાબ પરિણામ જસદણ અને વીંછિયા પંથકનું રહ્યું હતું. જસદણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 10 અને ભાજપને 6 બેઠક મળી હતી. જ્યારે વીંછિયામાં 14 કોંગ્રેસને અને ભાજપને 4 બેઠક મળી હતી.

(કરસન બામટા, આટકોટ)

અન્ય સમાચારો પણ છે...