હુમલો:ગોંડલના મેતા ખંભાળિયામાં વૃદ્ધાને મતદાન મથક સુધી લાવનાર મહિલાને પોલિંગ એજન્ટે માર મારી પતાવી દેવાની ધમકી આપી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ગોંડલ તાલુકા પોલીસે 7 શખસો વિરૂદ્ધ એટ્રોસિટી હેઠળ પણ ગુનો દાખલ કર્યો

ગોંડલ તાલુકાના મેંતાખંભાળીયા ગામે રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વૃદ્ધાને મતદાન મથકે લઈ જવા બાબતે બન્ને જૂથના પોલિંગ એજન્ટો વચ્ચે ઝઘડો થયો હતો. આ અંગે પોલીસ મથકમાં અલગ અલગ બે ગુના નોંધાયા હતા. જેમાં વૃદ્ધાને મતદાન મથક સુધી લાવનાર મહિલાને વિરોધી જૂથના પોલિંગ એજન્ટ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

સામસામી ફરિયાદ નોંધાઇ
મેતાખંભાળીયા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રિસાઈન્ડીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હરેશભાઈ વાઘડીયાએ મેતાખંભાળીયાના સમજુબેન જેન્તીભાઈ રાઠોડ, વિજયભાઈ ભાવસંગભાઈ ગોધાણી, ભાવેશ જીતુભાઈ ગોધાણી, સામત પીઠાભાઈ ભરવાડ, જગદીશ જીવાભાઈ ગોધાણી, પરેશ ધીરૂભાઈ ગોધાણી તથા મનદીપ રાજાભાઈ સુરાણી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદમાં જણાવ્યુ હતું કે, સમજુબેન પોતાની સાથે મહિલાને મતદાન મથકની અંદર મતદાન કરવા સાથે લાવતા આ બાબતે હરિફ ઉમેદવારના પોલિંગ એજન્ટો વિજય તથા ભાવેશે વાંધો ઉઠાવતા બન્ને પક્ષે બોલાચાલી બાદ ઝઘડો થતા અન્ય આરોપીઓએ મતદાન મથકમાં આવી ઝઘડા કરી ગેરવર્તુણક કરી મતદાનની ગુપ્તતા જાળવી ન હતી,

મહિલાએ પણ ફરિયાદ નોંધાવી
આ ફરિયાદ અંગે ગોંડલ તાલુકા પોલીસે ઉક્ત સાતેય સામે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જ્યારે બીજી બાજુ મેતાખંભાળીયા ગામે રહેતા સમજુબેન જેન્તીભાઈ રાઠોડે તે જ ગામના વિજય બાવસીંગભાઈ ગોધાણી, ભાવેશ જીકુભાઈ ગોધાણી, સામત ભીખાભાઈ ભરવાડ, જગદીશ જીવાભાઈ ગોધાણી, પરેશ ધીરૂભાઈ ગોધાણી તથા મનદીપ સુરાણી સામે ફરિયાદ નોંધાવી છે.

પોલિંગ એજન્ટે જાનથી મારી નાખવાની ધમકી આપી
ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી મોટી ઉંમરના વૃદ્ધા મીણાબેનને મતદાર કુટીર સુધી મતદાન કરવા લઈ જતા હતા. ત્યારે બુથ પરના પોલિંગ એજન્ટ વિજયે તેનો વિરોધ કરી ફરિયાદી તથા સાહેદને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ પોલિંગ એજન્ટ ભાવેશ તથા અન્ય આરોપીઓએ બહારથી આવી ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે આઈપીસી 323, 504, 506(2), 144 તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...