સ્ટેન્ડિંગની બેઠક:રાજકોટમાં નવી પાર્કિંગ પોલિસી પરત ખેંચાઇ, હવે ઓન સ્ટ્રીટ, ઓફ સ્ટ્રીટના નામે વાહન પાર્કિંગ માટે જનતાને ખંખેરવાના નવા કિમીયાને બહાલી

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટ મનપામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી.
  • નવી પોલીસીમાં શેરી-ગલ્લી, મહોલ્લામાં પાર્કિંગ ફીની જોગવાઇ પડતી મુકવામા આવી

રાજકોટ મહાનગરપાલિકા નવી પાર્કિંગ પોલીસીમાં શેરી-મહોલ્લામાં પણ ઘરઆંગણે વાહન પાર્કિંગ કરવા ફી વસુલવાની પોલિસી બનાવી હતી. જોકે લોકોના રોષથી આજે મનપામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસકોએ ઘરઆંગણે પાર્કિંગ ફી વસુલવાની અમલવારી કરવાની હિંમત કરી નથી. વિધાનસભાની ચૂંટણી નજીક હોય આ મુદ્દો ડેમેજ ફેક્ટર બની જાય તેમ હોવાથી શેરી-ગલ્લી, મહોલ્લામાં વાહન પાર્કિંગ ફીની જોગવાઇ નામંજૂર કરી અન્ય કેટલાક સુધારા વધારા સાથે આ નવી પાર્કિંગ પોલીસીને બહાલી આપવામાં આવી છે. મનપાએ સ્માર્ટ સિટીના ઓઠા હેઠળ નવી ડ્રાફ્ટ પાર્કિંગ પોલીસી બનાવી છે. જેમા ‘ઓન સ્ટ્રીટ’ અને ‘ઓફ સ્ટ્રીટ’ એવા નામથી વાહન પાર્કિંગ માટે જનતાને ખંખેરવાનો નવો કીમીયારૂપે ઘર આંગણે વાહન પાર્કિંગ માટે ફી વસુલવામા આવશે તેવુ અર્થઘટન આ નવી ટ્રાફિક પાર્કિંગ પોલીસીમાં જોવા મળ્યું હતું.

કેટલાક સુધારા સાથે નવી પાર્કિંગ પોલીસીને બહાલી અપાઇ
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આ પોલીસી મંજૂર કરવા દરખાસ્ત આવી હતી. આ સંબંધે ચેરમેન પુષ્કર પટેલે સતાવાર રીતે એવી સ્પષ્ટતા કરી છે કે, નવી પોલીસીમાં શેરી-ગલ્લી, મહોલ્લામાં પાર્કિંગ ફીની જોગવાઇ પડતી મુકવામા આવી છે. અલબત નામંજૂર કરવામા આવી છે. જો કે સુપ્રિમ કોર્ટનો આદેશ હોવાથી કેટલાક સુધારા સાથે નવી પાર્કિંગ પોલીસીને બહાલી અપાઇ છે.

મનપા અલગથી ટ્રાફિક સેલ ઉભો નહીં કરે
મનપામાં હાલ ટ્રાફિક-ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ મેનેજમેન્ટ શાખા અલગથી ધરાવે જ છે. જેથી નવી પાર્કિંગ પોલીસીમાં અલગથી ટ્રાફિક સેલ બનાવવાની જોગવાઇ દર્શાવવામા આવી છે તેની જરૂરિયાત જણાતી નથી તેમ કહીને સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે ટ્રાફિક સેલ બનાવવાની જોગવાઇ પણ રદ કરી નાંખી છે.

હવે ઘરઆંગણે વાહન પાર્કિંગ પોલિસીને રદ કરવામાં આવી.
હવે ઘરઆંગણે વાહન પાર્કિંગ પોલિસીને રદ કરવામાં આવી.

નવી પોલિસીમાં આટલા વિભાગો સયુંક્ત કામગીરી કરશે
નવી પોલીસીની અમલવારીમાં મનપાની એસ્ટેટ શાખા, જગ્યા રોકાણ શાખા, સિટી ટ્રાફિક પોલીસ, ટ્રાફિક એન્જિનીયરીંગ, સિટી પ્લાનીંગ, રિજીયોનલ ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને કરવામા આવશે. જરૂર પડ્યે નાગરીક સમિતિ બનાવીને તેમના સુચનો પણ લેવાશે.

દંડ વસુલવાની સતા પોલીસને, મનપાને નહીં
શહેરના 48 રાજમાર્ગો ઉપરાંત નો-પાર્કિંગ ઝોન કે જાહેર વાહન વ્યવહારને અડચણરૂપ થાય એ રીતે વાહન પાર્કિંગ થયુ હશે તો તેનો દંડ વસુલવાની સતા સંપુર્ણપણે ટ્રાફિક પોલીસને રહેશે. મનપા કોઇ હસ્તકગત નહીં કરે. મનપા પાસે દંડ વસુલવાની સતા નહીં રહે.

લોકોના રોષથી આજની બેઠકમાં પાર્કિંગ પોલિસી રદ કરવામાં આવી.
લોકોના રોષથી આજની બેઠકમાં પાર્કિંગ પોલિસી રદ કરવામાં આવી.

રાજમાર્ગો પર પે એન્ડ પાર્કિંગ નાબુદ કરાશે
હાલ મનપાએ પે એન્ડ પાર્કિંગ માટે જે જગ્યા નક્કી કરી છે તેમા અમુક રાજમાર્ગો ઉપર પણ આવેલા છે. જે નાબુદ કરવામા આવશે. આ સાથે પાર્કિંગના હેતુ માટે જે પ્લોટ નક્કી થયા છે તેની માસિક પરમીટ(કોન્ટ્રાક્ટ) જુની જોગવાઇ મુજબ ચાલુ રહેશે.

રિક્ષા-ટેક્સી પાર્કિંગની જગ્યા ત્રણ વિભાગ સાથે મળીને નક્કી કરશે
શહેરમાં હાલ જે જગ્યાએ ઓટો રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડ માટે જગ્યા નક્કી કરાયેલી છે તેમા વાહન વ્યવહારના ટ્રાફિકને જોઇને ફેરફાર કરવાની જોગવાઇ છે. આ પ્રકારના પાર્કિંગ માટે મનપા ઉપરાંત ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. આ ત્રણેય વિભાગ સ્થળ નક્કી કરીને તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુરુ પાડવામા આવશે

નવા સુધારા-વધારા સાથેની પાર્કિંગ પોલિસી મંજૂર કરાઇ.
નવા સુધારા-વધારા સાથેની પાર્કિંગ પોલિસી મંજૂર કરાઇ.

કલાકદીઠ જે ચાર્જ વસુલ કરવામા આવતો હતો તેમાં 2 કલાકનો વધારો કરી દેવામા આવ્યો
શહેરમાં 41 જગ્યાએ પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ અપાયો છે. જેમા અત્યાર સુધી ટુ વ્હીલ, થ્રી વ્હીલ, કાર અને હેવી વ્હીકલ માટે દર કલાક દીઠ પાર્કિંગ ચાર્જ નક્કી કરાયો હતો. તેમા પણ શહેરીજનોને રાહત આપવામા આવી છે. અત્યાર સુધી દર કલાકદીઠ જે ચાર્જ વસુલ કરવામા આવતો હતો તેમાં 2 કલાકનો વધારો કરી દેવામા આવ્યો છે. દાખલા તરીકે ટુ વ્હીલ માટે એક કલાક માટે રૂ.5 લેવામા આવતા હતા નવી પોલીસી અમલી બન્યા બાદ રૂ.5માં ત્રણ કલાક સુધી વાહન પાર્કિંગ કરી શકાશે.

આ છે નવી પોલીસી મુજબ પે એન્ડ પાર્કિંગન ચાર્જ

વાહનનો પ્રકાર0થી 3 કલાક3થી 6 કલાક6થી 9 કલાક9થી 12 કલાક12થી 24 કલાક
ટુ વ્હીલ510152025
થ્રી વ્હીલ1015202530
કાર2030506080
અન્ય લાઇટ વ્હીકલ20306080100
હેવી વ્હીકલ405070100120

પાર્કિંગ પ્લોટમાં માસિક દર

  • ટુ વ્હીલ–350
  • લાઇટ કોમર્શિયલ વ્હીકલ(કાર અને અન્ય ફોર વ્હીલ)– 600
  • હેવી વ્હીકલ(બસ, ટ્રક, જેસીબી, મેટાડોર, ટ્રેક્ટર)- 1200

કોંગ્રસ અને પ્રજાનો રોષ જોઈ પાર્કિગ ચાર્જની દરખાસ્ત પરત ખેંચીઃ કોંગ્રેસ
કોંગ્રેસના રણજીત મુંધવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના ભાજપ શાસકો દ્વારા કાર બાઇક પાર્કિગને લઇ જે ચાર્જ વસુલવા માટે સ્ટેન્ડિગ કમિટી દરખાસ્ત મુકવામા આવી હતી. જોકે કોંગ્રેસ અને પ્રજાના વિરોધને જોતા નામંજૂર કરતા પ્રજાના અવાજની જીત કોંગ્રેસ દ્વારા ગઇકાલે ચીમકી આપવામાં આવી હતી. લોકો વાહન ટેક્સ, રોડ ટેક્સ આપી જ રહ્યા છે તો હવે પાર્કિગ ટેક્સ શેનો અને જો આ દરખાસ્ત મંજૂર કરવામાં આવશે તો મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશનરના ઘર પાસે ગાડી પાર્ક કરશે. જેને લઇ ભગવાન શાસકોને સદબુદ્ધિ આપતા દરખાસ્ત પરત ખેચતા રાજકોટની પ્રજા પર વધુ એક બોજાનો ભાર આવતા રહી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...