તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:પોલીસ શાકભાજી-લારી ગલ્લાવાળા સુપરસ્પ્રેડરને શોધી વેક્સિન અપાવશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસ અને મનપાની ટીમ આજથી જુદા-જુદા વિસ્તારોમાં ફરશે
  • વેક્સિન કેન્દ્ર દૂર હશે તો પોલીસવાનમાં લઇ જવાશે : પોલીસ કમિશનર

કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે અત્યાર સુધી કાયદાનો દંડો ઉગામી દંડ વસૂલી લોકોને નિયમનું પાલન કરાવતી પોલીસ હવે કોરોનાના સુપરસ્પ્રેડર શાકભાજી અને લારી ગલ્લાવાળાને સમજાવીને વેક્સિન અપાવશે. પોલીસ અને મહાનગરપાલિકાની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ મંગળવારથી શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફરી આવા સુપરસ્પ્રેડરને શોધીને રસીકરણ કેન્દ્ર સુધી પહોંચાડશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરનો અંત નજીક છે, સાથેસાથે નિષ્ણાતો ત્રીજી લહેર આવવાની દહેશત વર્તાવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરથી બચવા માટે લોકોએ ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સમયાંતરે સેનિટાઇઝરનો ઉપયોગ કરવા સહિતની તકેદારી રાખવી પડશે, ત્રીજી લહેર આવે તો પણ તેની અસર ઓછી થાય તે માટે લોકોએ વેક્સિન લેવી જ પડશે.

શાકભાજી અને લારી ગલ્લાવાળાઓ પાસે લોકો મોટી સંખ્યામાં આવે છે અને આવા ધંધાર્થીઓ સુપરસ્પ્રેડર બને છે. સુપરસ્પ્રેડરનું વેક્સિનેશન થવું ખુબ જ જરૂરી છે જેને ધ્યાને લઇને મંગળવારથી પોલીસ અને મનપાની ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી શાકભાજી અને લારી ગલ્લાવાળાઓને મળીને તેમણે રસી નહી લીધી હોય તો તેમને રસીનું મહત્વ સમજાવશે અને વેક્સિનેશન માટે તૈયાર કરશે અને વેક્સિન કેન્દ્ર તેનાથી દૂર હશે તો પોલીસવાનમાં આવી વ્યક્તિને રસીકરણ કેન્દ્ર સુધી લઇ જઇ એ વ્યક્તિને રસી અપાવશે.

અન્ય સમાચારો પણ છે...