તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:પોલીસ કુરિયરની ઓફિસમાં 15 લાખની લૂંટ કરનારની માહિતી આપનારને ઇનામ આપશે

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓફિસમાં ગ્રાહકના સ્વાંગમાં ઘૂસી લૂંટ કરનારના ફૂટેજ પોલીસને હાથ લાગ્યા
  • ત્રિપુટીએ અન્ય 3 લૂંટ કર્યાની શંકા, માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે

શહેરના ગોંડલ રોડ પર માલવિયા કોલેજન નજીક આવેલી બાલાજી કુરિયર એન્ડ કાર્ગો નામની ઓફિસમાં 26 દિવસ પૂર્વે રૂ.15 લાખની લૂંટ ચલાવનાર ત્રણ શખ્સના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગતા પોલીસે તસવીરના આધારે લૂંટારુની શોધખોળ શરૂ કરી છે, તેમજ લૂંટારુ અંગે માહિતી આપનારને ઇનામ આપવાની તેમજ ઓળખ ગુપ્ત રાખવાની પોલીસે જાહેરાત કરી હતી.

પોલીસે તપાસ કરતાં લૂંટારુ ત્રિપુટીએ અન્ય 3 સ્થળે લૂંટ ચલાવ્યાનું બહાર આવ્યું હતું, તે પૈકી એક ઓફિસના સીસીટીવીમાં કેદ થયા હતા, પોલીસે તે ફૂટેજ હરજીભાઇને બતાવતા તણે ઓળખી બતાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...