રાજકોટના નદીમની સારવાર વિશે અફવા ફેલાવનાર સામે ગુનો, પોલીસની કડક કાર્યવાહી

ભક્તિનગર પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી કરી છે
ભક્તિનગર પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી કરી છે
X
ભક્તિનગર પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી કરી છેભક્તિનગર પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી કરી છે

  • જંગલેશ્વરના શખ્સે 2.58 મિનિટનો વીડિયો બનાવી સોશિયલ સાઇટ પર વહેતો કર્યો હતો

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 02:39 AM IST

રાજકોટઃ રાજકોટ સહિત દેશભરના લોકોમાં કોરોના વાઇરસને લઇ ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે આ વાઇરસની સોશિયલ સાઇટના માધ્યમથી કોઇ ખોટી અફવા ન ફેલાવે તે માટે રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું જાહેર કર્યું હતું. તેવા સમયે શહેરમાં નોંધાયેલા પોઝિટિવ દર્દી વિશે સોશિયલ સાઇટમાં ઉશ્કેરણીજનક વીડિયો વહેતો કરી જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર જંગલેશ્વરના રજાક દાઉદભાઇ કુરેશી નામના શખ્સ સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

નદીમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
ભક્તિનગર પોલીસમથકના પી.આઇ. વી.કે.ગઢવી ખુદ ફરિયાદી બની નોંધાવેલી ફરિયાદ મુજબ, હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી કોરોના વાઇરસ મુદ્દે સોશિયલ સાઇટ પર ખોટી અફવાઓ ફેલાવનાર સામે કાર્યવાહી થશેનું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારે શહેરના જંગલેશ્વરના નદીમ નામના યુવાનનો કોરોના વાઇરસનો પોઝિટિવ રિપોર્ટ આવતા તેની સારવાર સઘન બનાવાઇ હતી. 

પોલીસે આકરી કાર્યવાહી કરી છે
અગાઉ મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા જંગલેશ્વરના રજાક કુરેશી નામના શખ્સે ગત તા.22ના રોજ જંગલેશ્વર-23માં હુશેની ટી સ્ટોલ નામની દુકાન પાસે જાહેરમાં એવો વીડિયો બનાવ્યો કે, નદીમને કોરોના વાઇરસ લાગુ જ નથી પડ્યો, તેમ છતાં તેને સારવારમાં રાખ્યો છે. બાદમાં 2.58 મિનિટનો ઉશ્કેરણીજનક વીડિયો સોશિયલ સાઇટ પર વહેતો કર્યો હતો. પોલીસે જાહેરનામાનો ભંગ કરવા અંગેનો ગુનો નોંધતા જ જંગલેશ્વરનો આરોપી રજાક કુરેશી નાસી ગયો છે. ભક્તિનગર પોલીસે રજાકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મ્યુનિસિપલ કમિશનરના નામે મેસેજ વહેતો કરનાર શખ્સ સામે સાયબર ક્રાઈમની ટીમે તપાસ કરી ખોટો મેસેજ વહેતા કરનાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધી આકરી કાર્યવાહી કરી હતી.

વેટના એસેસમેન્ટમાં ખોટી ક્વેરી કાઢવાનું બંધ
હાલ કોરોનાને હિસાબે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 31મી માર્ચ સુધીમાં 15-16 ના વેટના એસેસમેન્ટ, 19-20 નું ઈન્કમટેક્સનું રિટર્ન ફાઇલ કરવાનું છે. આમ દિવસો ઓછા છે અને આ સમયમાં બહાર નહીં નીકળવાનો આદેશ છે ત્યારે વેપારીઓને સૌથી મોટી રાહત મળી છે. જેમાં વેટમાં બધા એસેસમેન્ટ પૂરા કરી દેવામાં આવશે.

ખોટી ક્વેરી કાઢવામાં આવશે નહીં અને ફરી વખત રિ–ઓપન કરવામાં આવશે
રાજકોટ ડિવિઝનમાં 1500થી વધુ કેસ એસેસમેન્ટમાં ચાલુ છે. લોકડાઉન જાહેર થયું તે પહેલા કોઇ ક્વેરી હોય તો કરદાતા કે ટેક્સ કન્સલ્ટન્ટને બધા રૂબરૂ બોલાવવામાં આવતા હતા અને ખુલાસો પૂછવામાં આવતો હતો. પણ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ક્વેરી હોય તે ક્લિયર થઇ જાય તે માટે અગાઉ જે માહિતી આપી હોય તેને જ માન્ય ગણી લેવામાં આવે છે. અથવા તો ઓનાલાઈન મગાવવામાં આવી છે. જ્યારે ટેક્સ કન્સલ્ટન્ટોના જણાવ્યાનુસાર આઈટી રિટર્ન ફાઈલ કરવાની મુદત પણ 31 માર્ચ છે, પણ હજુ સુધી પોર્ટલ ખૂલતા નથી. ત્યારે આ રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડી રહી છે. પોર્ટલ ઝડપથી ખોલવામાં આવે અને ટેક્નિકલ ક્ષતિ હોય તે સુધારો કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી